________________
ચન્દ્રલેખાની કથા : ૬૮
[ ૬૫
માલિકનું હોય છે. માટે પિતાના બીજથી ઉત્પન્ન થયેલ પુત્ર પિતાનો થાય છે. એ પ્રમાણે દુર્લલિત રાજાએ પિતે જાતે જ નિર્ણય કર્યો છે એ પ્રમાણે રાજાએ કરેલે ન્યાય સાંભળી નીસાસા લેતી પુત્ર વગરની તે મેના છેડાયેલા વૃક્ષની જેમ ધબાક કરતી નીચે ભૂમિ ઉપર પડી. પિપટ પણ તે સમયે નિર્દય ચિત્તવાળે તે પુત્રને ગ્રહણ કરી દીન-મુખવાળી પ્રિયાનો ત્યાગ કરી તે જલ્દી ત્યાંથી મલયગિરિ પર્વત ઉપર ગયે. મંત્રીજાએ કરેલા શીતલ ઉપચારો વડે શુદ્ધિમાં આવેલી અને શેક કરતા લેકેથી જોવાયેલી, શરણ રહિત મેના પણ ત્યાંથી ઉડીને સર્વ તીર્થોમાં પ્રધાન શત્રુંજય તીર્થમાં જઈ બાષભસેન-પુંડરિક સ્વામિ યુક્ત આદિ જિનેશ્વરને ભક્તિ વડે નમસકાર કરે છે અને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતી સંસારથી ઉદ્વેગ પામેલી તેણું આ પ્રમાણે ભાવના ભાવે છે કે “આ સંસારમાં જિનેશ્વર ભગવંતના ધર્મને છોડીને ઘર, સ્વામિ, સજ્જન અને પુત્ર કે ઈ મારું શરણ નથી એ પ્રમાણે ભાવનાને ભાવતી ભવથી વિરક્ત થયેલી, દુર્લલિત રાજામાં ચિત્તવાળી, વિધિ પૂર્વક પ્રાણ ત્યાગ કરી મધ્યમ પરિણામનાયેગથી સમગ્ર ત્રણ ભુવનની લહમીઓનું કાંચી સમાન કાંચી નગરીમાં શ્રી ચંદનસાર શેઠના ઘરમાં પુણ્યશાલીની તે પુત્રી પણ ઉત્પન્ન થઈ. ઘણા પુત્રે ઉપર આ ઉત્પન્ન થયેલી હોવાથી તેણી પિતાને અત્યંત પ્રિય થઈ. બીજના ચન્દ્રની જેમ