________________
ક્ષુલ્લકકુમાર શ્રમણની કથા : ૬૭
[ ૫૭ દૂતી પણ ત્યાં જઈને તેને કહે છે કે હે દેવી! તારા ઉપર રાજાનું ચિત્ત અતિ મૂઢ બન્યું છે, તેથી કૃપા કરીને રાજાને તમે સ્વામિ તરીકે સ્વીકાર કરે. જસભદ્રા પણ વિચાર કરે છે કે દેદીપ્યમાન સૂર્યનું બિંબ પણ ગુરૂ–લઘુને વિચાર કર્યા વિના અંધકારને વમે છે, એમ વિચારી દૂતીને કહે છે કે-કુલની મર્યાદાને ત્યાગ કરી રાજા જે આ પ્રમાણે અનુરાગી થાય છે, પણ પિતાના ભાઈ થી કેમ લજા પામતે નથી? દૂતી જઈને તે પ્રમાણે તેના વચન રાજાને કહે છે. રાજા પણ તેના રૂપમાં આસક્ત થયેલે લુખ્ય બની નાનાભાઈને મરાવી નાખે છે. જસભદ્રા પણ રાજાનું નિર્દય આચરણ જોઈ છે જલ્દીથી આભરણાદિ ગ્રહણ કરીને પિતાના શીલની રક્ષા માટે ત્યાંથી નાસી જાય છે. ક્રમે કરી સાર્થવાહ સાથે માર્ગમાં જતી તેણી શ્રાવસ્તી નગરીમાં ગઈ. ત્યાં પિતાના સરખા ભાવવાળા વૃધ્ધ વાણીયાના ઘરમાં દીકરીની જેમ ઘરના કામ કરતી તે ત્યાં રહે છે. એક વખત શ્રી જયસેનસૂરિ ગુરુમહારાજની મહત્તરી કીતિમતી સાધ્વીજીની પાસે ચરણ કમળમાં વંદનને માટે આવી અને તેણી પિતાનું ચરિત્ર કહે છે. તે મહત્તરી સાવી ધર્મોપદેશ આપે છે. તે સાંભળી સંવેગ પામેલી ગુપ્ત ગર્ભને કહ્યા વગર તેણી શુદ્ધ શ્રધ્ધા વડે સંયમ માર્ગ સ્વીકારે છે. જ્યારે ગર્ભ વધે છતે મહત્તરી સાવી પૂછે છે, આ શું ? તેણીએ કહ્યું કે તમે દીક્ષા ન આપે તેથી મેં પૂર્વે મારા ગર્ભનું સ્વરૂપ કહ્યું નહિ. સાધ્વીજીએ તેણીને સજાતરના ઘરમાં રાખી. કાલ ક્રમથી તેણીને પુત્ર થયે. ક્રમે