________________
૫૮ ].
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ વધતે નાની વયમાં તે દીક્ષા લઈ ક્ષુલ્લકકુમાર મુનિ થયા. ત્યાર પછી યૌવનવયમાં તે મેરુ પર્વતના જેવા મોટા સંયમના ભારને ઉપાડવા માટે અસમર્થ બની સંયમથી વિમુખ થયે. સંયમને ત્યાગ કરવા ઇચ્છતે માતાને પૂછે છે. માતા પણ અશુભ કાર્યને કાલ વ્યતીત કરવો જોઈએ. એ પ્રમાણે વિચાર કરીને કહે છે. હે વત્સ! મારા વચનથી બાર વર્ષ પુરા થાય ત્યાં સુધી તું રહે. માતાને વચનથી તેણે બાર વર્ષ પૂર્ણ કર્યા છતાં સંયમમાં અરિતને પામતે ફરી પણ માતાને પૂછે છે. માતા કહે છે કે હું આચાર્યને આધીન છું, - તેથી તું આચાર્ય મહારાજને પૂછ. તેથી તે આચાર્ય મહારાજ પાસે ગયે. ત્યાં પણ આચાર્ય મહારાજના વચનથી બીજા બાર વર્ષ સુધી રહે છે. તેટલા વર્ષ પૂર્ણ થયે છતે ચારિત્ર મેહનીયના દોષથી અરતિવાળે તે ઉપાધ્યાયના વચનથી પણ બાર વર્ષ રહે છે. વ્રત ગ્રહણથી માંડીને ૪૮વર્ષ સુધી તેને સંયમમાં રતિ ન થઈ તેથી આ અરતિ નામનું પાપ સ્થાનક છે. ત્યાર પછી તે માતાને પૂછે છે. માતાએ ભાવિ તેના હિતને વિચાર કરીને અને જવાના વખતે તેના પિતાના નામવાળી વીંટી અને રત્નકંબલને આપીને માતાએ કહ્યું કે–સાકેત નગરમાં તારા પુંડરીક નામે મેટા પિતા રાજા છે. તેને ખાત્રી પમાડવા માટે આ વીંટી તું બતાવજે, તેથી તે તને રાજ્ય આપશે. કમે તે સાકેત નગરમાં આવ્યા. તે સમયમાં ત્યાં રાજસભામાં નાટક ચાલતું હતું. નાટક જોવામાં રસિક તે ક્ષુલ્લકુમાર આખી રાત્રિ નાટક જોવે છે ત્યાં અત્યંત રસવાળું નાટક