________________
3 લકકુમાર શ્રમણની કથા
જે સંયમના શિખર ઉપર આરૂઢથયેલ જીવ, સંયમમાં અરતિ કરવાથી પડી જાય છે તે કારણથી વિદ્વાને આને અરતિ ચારિત્ર મેહનીય પાપસ્થાનક કહે છે.
મુક્તિપદને આપનાર, સાધુ ધર્મમાં અરતિ કદી પણ કરવી જોઈએ નહિ. અહિંયા ક્ષુલ્લક મુનિનું રમ્ય દષ્ટાંત છે તે હે ભવ્ય છે! તમે સાંભળે.
મિરૂપી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સાકેતપુર નગરમાં પહેલા પુંડરીક નામે રાજા હતા. તેને નાનો ભાઈ કંડરીક નામે હતું. તેને જસભદ્રા નામે સ્ત્રી મહાસતી હતી. તેણી રૂપાદિ રત્ન વડે રેહણાચલની પૃથ્વી સરખી હતી, શરીરની કાંતિથી દિશાને શોભાવતી, સુંદર ચાલ વડે ઘરના આંગણામાં ચાલતી તેણીને એક વખત પુંડરીક રાજાએ જોઈ, તેથી ચંચલ ચિત્તવાળા તેના હૃદયમાં કામના બાણે વાગે છે. તેથી તેણીમાં મૂછિત મનવાળે કામાંધ તે કુલની મર્યાદા અને લજજાને ત્યાગ કરે છે.
કહ્યું છે કે તેવા ધીર પુરૂષે છેડા હોય છે જેની દષ્ટિ પરસ્ત્રીનું રૂપ જોવામાં હૃદયની સાથે જલ્દી પાછી ફરી જાય છે. તેથી પુંડરીક રાજા તેણીના રૂપમાં મૂર્શિત બની રતિને નહિ પામતે તેની પાસે દૂતીને મોકલે છે.