________________
૪૨ ]
; પ્રાકૃત વિજ્ઞાન કથાએ
આળખે છે, તે પણ ખિન્ન હૃદયવાળી ભૂલનો પશ્ચાત્તાપ કરતી પતિ અને પુત્રને જુએ છે. બ્રાહ્મણે વિચાર કર્યો કે આ શિવદેવ પાસેથી વરદાન માંગી સુંદરી થઈ ને રાજાના ઘરમાં ગઈ, તેથી હવે તે બકરી રૂપે 'મેશા રહે, એ આ દંડને જ યોગ્ય છે. એ પ્રમાણે નિર્ણય કરી તેને લઈ પુત્ર સહિત બ્રાહ્મણ તે નગરમાંથી નીકળ્યા, પણ તિય ચપણા વડે દુખી થયેલી, મનુષ્ય પણાને ઈચ્છતી દીનતા ભરેલી દૃષ્ટિથી સ્વામી અને પુત્રને જોતી પાતાના આત્માને ધિક્કારતી તે આગળ ચાલે છે. તે બ્રાહ્મણુ માર્ગોના પરિશ્રમ વડે ગ્લાન પામેલી ધીમેધીમે ચાલતી તેણીને દંડવડે તાડના કરો કષ્ટથી ચલાવે છે. એક વખત વનમાં હિં`સક પ્રાર્ણીએ વડે ત્રાસ પામતી તેણીને જોઈ ને કેવી રીતે તેનું રક્ષણ કરૂ ? એ પ્રમાણે વિચાર કરતા કંઈક કરૂણાવાળા થયેલા તે બ્રાહ્મણ પોતાના પુત્રને કહે છે, હું પુત્ર ! આ આકરી તારી માતા છે તેણે માટે અપરાધ કર્યાં છે તે પણ તેણી દયાને પાત્ર છે. તેથી તુ શિવદેવે આપેલું વરદાન માંગી ફરી મનુષ્ય રૂપને પમાડ. વિનયવાળા પુત્ર માતા ઉપર ભકિતના ભાવથી ભરેલા તે જલદી સ્નાન કરી શિવદેવને મનમાં સ્મરણ કરી પ્રાર્થીના કરે છે હે શિવદેવ! મારી માતા પહેલા જેવી હતી તેવી થાય તેથી શિન્નદેવે પહેલાની જેમ તે ખકરીને મનુષ્યપણુ પ્રાપ્ત કરાવ્યુ’, પોતાનું” સ્વરૂપ મેળવી તે બ્રાહ્મણી પોતાના અપરાધને પતિ આગળ ખમાવે છે. આ પ્રમાણે શિવદેવે આપેલા ત્રણે વરદાન નિષ્ફળ ગુમાવી બ્રાહ્મણ વિગેરે તેઓ ત્રણે પણ