________________
બ્રાહાણ કુટુંબની કથા-૬૨
[ ૪૩ પિતાના દુર્ભાગ્ય દોષને નિંદે છે માર્ગમાં જતા બ્રાહ્મણ વિચાર કરે છે-મારા મિત્ર વાણિયાને શિવદેવના વરદાન વડે કેવા પ્રકારની સ્થિતિ થઈ હશે? જે તે સુખી થયે હશે તે મને સહાય કરશે. એ પ્રમાણે વિચાર કરી મિત્રના ગામ તરફ જાય છે. કેમે કરી તેઓ મિત્રના ગામમાં આવ્યા. મિત્રની સર્વ સમૃદ્ધિને જોઈ વિચાર કરે છે આ મિત્રે એક વરદાનથી આંખ સહિત સર્વ આવા પ્રકારનું એશ્વર્યા પ્રાપ્ત કર્યું. તેથી મનમાં તેની પ્રશંસા કરે છે. તેમ જ અમે ત્રણ વરદાન પ્રાપ્ત કર્યા છતાં પણ દુર્ભાગી રહ્યા તેમ પોતાના આત્માને નિંદે છે તે વાણિયે મિત્રના ઉપકારને યાદ કરતો તેને તથા બ્રાહ્મણ અને બ્રાહ્મણના પુત્રને વસ્ત્ર, આહાર અને ધન વડે બહુ સત્કાર સન્માન કરી કહ્યું કે મેં શિવદેવ પાસે જેવા પ્રકારનું માંગ્યું, તેવા પ્રકારનું સુખ મને મળ્યું. તે આ પ્રમાણે-શિવદેવની કૃપા વડે સ્ત્રી અને ત્રણ પુત્રો, ત્રણ માળથી ભૂષિત પ્રાસાદ, પુત્ર વધૂઓ, ગાયે અને આંખો પણ મળી. એ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણ ઘણું ખિન્ન મનવાળો પણ વાણિયાની કૃપા વડે કાંઈક સુખી થો. દુર્ભાગ્ય દોષથી દુખી માણસોને દુઃખ જ હોય છે.
ઉપદેશ – શિવદેવની કૃપાને મેળવનાર નિર્ધન બ્રાહ્મણ વગેરે દુર્ભાગ્ય કર્મને દેષથી જેવા હતા તેવા થયા, તેથી તમે પણ પુણ્ય ઉપાર્જનમાં ઉદ્યમવાળા બનો. | દુર્ભાગ્ય દોષ ઉપર બ્રાહ્મણ કુટુંબની બાસકમી કથા સમાપ્ત
–ગુજર સ્થામાંથી.