________________
ધનદત્તની કથા ઃ ૬૧
[ ૩૫
આંખમાંથી આંસુ પાડતી તે મુનિને નમસ્કાર કરી પેાતાના અપરાધને ખમાવે છે. તે ધનદેવમુનિ ધ ઉપદેશ દેવા વડે તેને પ્રતિષેધ પમાડે છે. પ્રતિબેાધ પામેલી તે સમડી પોતાના દુષ્કૃતને નિતી આહાર પાણીના ત્યાગ કરી અનશન વડે મરણ પામી દેવલેાકમાં ઉત્પન્ન થઇ. ઉદ્યાનવાસી દેવી પણ સમ્યક દર્શન પામે છે. કનકચંદ્ર રાજા પણ સમ્યક્ત્વ સહિત દેશવિરતિ વ્રતને અંગીકાર કરે છે. તે સુભટો પણ પ્રતિબાધ પામ્યા. ત્યાર પછી તે ધનદેવ મુનિ ત્યાંથી વિહાર કરી અનેક ભવ્યજીવાને પ્રતિબેાધી પોતાના આયુષ્યને અંતે અનશન વડે દેહના ત્યાગ કરી સ્વર્ગોમાં ગયા, ત્યાંથી ક્રમે સિદ્ધિપદને પામશે.
-
ઉપદેશ - હે ભવ્ય જીવ ! ધન અનેક દુઃખાનુ કારણ જાણી ભવ સાગરમાંથી તરવા હુમેયા સર્જે ઠેકાણે સતાષને ધારણ કર.
ધન અનર્થ કરનાર છે એ ઉપર ધનદત્તની એકસઠમી
કથા સમાપ્ત.
—ગુર્જર થામાંથી