________________
હવે બ્રાહ્મણ કુટુંબની કથા
જે દુર્ભાગ્ય દેષથી દેષિત થયેલા છે, તેઓ ઈચ્છિત લાભને મેળવતા નથી, તે ઉપર અહિયા માતા-પિતા અને પુત્રનું આ સુંદર દ્રષ્ટાંત છે.
એક નગરમાં શિવદાસ નામે બ્રાહ્મણ હતું તેની સ્ત્રી શિવદાસી અને પુત્ર શિવદત્ત નામે છે. પરંતુ તે ત્રણે જણ દારિદ્ર દુઃખથી પિડાયેલા ભિક્ષા માટે નગરમાં ભમે છે, છતાં પણ દુર્ભાગ્યના દેષથી કંઈપણ મેળવતા નથી. પહેરવાના વચ્ચે તે દૂર રહ્યા, પરંતુ પેટનું પુરું પણ થતું નથી. દુઃખથી દિવસ પસાર કરે છે. દુર્ભાગ્ય દોષથી લેકે પણ તેની સામે જોતા નથી અને દયા પણ બતાવતા નથી અને ઘરના આંગણામાં આવેલા તેઓને કૂતરાની માફક કાઢી મુકે છે. પગલે પગલે આક્રોશ વચને વડે અપમાન કરે છે. એ પ્રમાણે બધે ઠેકાણે અપમાનને પામતા અને ત્યાં જીવવા માટે અશક્તિમાન તેઓ તે નગરથી જવા માટે ઈચ્છે છે. એક વખત તે શિવદાસ સ્ત્રી અને પુત્ર સાથે પોતાના નગરમાંથી નીકળે. ક્રમે કરી ભમતે તે જંગલમાં આવ્યું, ત્યાં આંબા લીંમડા તાડ અને તમાલ વગેરે વિવિધ વૃક્ષોના સમૂહથી ભિત અને પાસે રહેલી નદીથી સુંદર ઉદ્યાન જુએ છે. તેની મધ્યમમાં એક શિવાલય જોઈને આ પ્રમાણે વિચાર કરે છે. આ સ્થાન રમણીય છે વૃક્ષ સમુદાય પણ ઘણા કુલના