________________
૩૪
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
નથી, પરંતુ મારા પહેલાના આંધેલાં કના આ કળા છે. એમ સાંભળીને રાજા પૂછે છે કે મુનિવર ! તમારા કંઠમાં આ હાર કેવી રીતે આવ્યો? તે વખતે તે મુનિએ ઝાડ ઉપર બેઠેલી સમડીને બતાવી સર્વ વૃતાંત કહે છે. આ સમડી પૂના ચેાથા ભવમાં મારા પિતા હતા. ધનના મેહથી મારા વડે હણાએલા પિતા સર્પ થયો. તે વખતે દ્રવ્યમાં મેહ પામેલેા નિધાન ઉપર રહેલા છે. એક વખત નિધિને જોવા માટે ત્યાં ગયેલા મે તેને હણ્યો અને તે મરણ પામી ત્યાંજ તે પ્રદેશમાં નાળીયા પણે ઉત્પન્ન થયો. ત્યાં પણ ફરી મે એને હણ્યો. આ નાળીયો મરીને અહિં સમડીપણે ઉત્પન્ન થયો. એક વખત ભમતી તે સમડી પ્રતિમા ધારણ કરી અહિંયા રહેલ મને જીવે છે અને તીવ્ર રાષવાળી તે મને હણવા માટે વિચારતી તારી પટ્ટરાણીના હાર ગ્રહણ કરીને મારા કંઠમાં મૂકયા. હારને શોધતા તમારા સુભટેએ મારા કંઠમાં હાર જોયો તેથી કરાએલા ઉપસર્ગને સમભાથી સહન કરતાં, મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તમારા ઉદ્યાનમાં રહેનારી મારા ગુણાના રાગવાળી દેવીએ આ સુભટાને થંભાવી દીધા. આ વૃતાંત સાંભળી કનકચંદ રાજા તે મુનિવરને વારંવાર ખમાવે છે. ઉદ્યાનદેવીથી મૂકાયેલા સુભટો પણ મુનિને નમસ્કાર કરે છે. તે સમડી મુનિવરના મુખમાંથી પોતાનુ વૃતાંત સાંભળી ઉત્પન્ન થયેલા જાતિ સ્મરણ જ્ઞાનથી પોતાના પૂર્વભવને જાણી પશ્ચાતાપ કરતી પાતાના અપરાધને ખમાવવા માટે મુનિ પાસે આવે છે. અને