________________
33 સ્વયંભુદત્તની કથા
૧૦૬ વિશુદ્ધ સંયમના પ્રભાવથી સર્વાર્થસિદ્ધ દેવકને યોગ્ય સાધુ ફક્ત એક જ રાગના કારણથી પડીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા.
ચારિત્રની આરાધનામાં તત્પર સ્વયંભુદત્ત સાધુનું દષ્ટાંત અહિં સંયમની વિશુદ્ધિ માટે કહેવાય છે.
કંચનપુર નગરમાં જન પ્રસિધ્ધ પરસ્પર અતિસ્નેહવાળા સ્વયંભુદત્ત અને સુગુપ્ત નામના બે ભાઈઓ રહે છે. તેઓ પોતાના કુળના કમથી અવિરૂધ્ધ આજીવિકા વડે જીવન ચલાવતાં આનંદથી કાળ પસાર કરે છે. હવે એક વખત અશુભ ગ્રહના વિશે વૃષ્ટિ નહિ પડવાથી નગરન લેકેને દુઃખ આપનાર ભયંકર દુકાળ પડશે. તે વખતે લાંબાકાળથી ગ્રહણ કરાએલા ઘાસના ઢગલાઓ પણ નાશ પામ્યા, તેમજ ઘણા મોટા ધાન્યના કઠારો પણ ખાલી થઈ ગયા, ત્યારે મનુ અને તિર્યંચના સમુદાયને દુઃખી થતા જોઈ વ્યવસ્થા નહિ થવાથી ઉદ્વેગ પામેલા રાજાએ પોતાના પુરૂષને આજ્ઞા કરી, રે! રે ! પુરૂષ! જેના ઘરમાં જેટલું ધાન્ય ભેગું કરેલું હોય તેનું તેટલું અથવા અડધું બલાત્કારથી પણ જલ્દી ગ્રહણ કરે, આ પ્રમાણે આદેશ કરાયેલા યમરાજા જેવા ભયંકર રાજપુરૂષએ બધે ઠેકાણેથી રાજાના કહેવા પ્રમાણે બધું કર્યું અને સર્વ ધાન્ય લઈ લીધું, તેથી સુધાથી ધાન્ય અને