________________
૨૩૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ખીલાના તીણ અગ્રભાગથી પગમાં વિધાયા તેથી તે મુનિ ચાલવા માટે અસમર્થ થયેલા ત્યાં એક પ્રદેશમાં રહ્યા. તે વખતે મુનિના આગમનની વાત વિજયશ્રીએ જાણી કામરૂપી અગ્નિથી બળતા હૃદયવાળી તેણીએ વિવિધ પ્રકારે તેને ચારિત્રથી ચલિત કરવા માટે પ્રયત્ન કર્યા. આ પ્રમાણે દરરોજ પાપી એવી તેણી વડે #ભ પમાડાતા તે મુનિ ગુરૂએ કહેલાં વચને સ્મરણ કરતાં ત્યાંથી ચાલવા અસમર્થ બનેલા તેણે “હું કેવી રીતે જીવનને ત્યાગ કરું? એ પ્રમાણે વિચાર કર્યો. ત્યારે તેણે તે પ્રદેશમાં પરસ્પર બૈરવાળા બે રાજાનું મોટું યુધ્ધ થયેલું જોયું, જેમાં અનેક સુભટ, હાથી, ઘડાઓ વગેરેના રૂધિરના પ્રવાહના દર્શન માત્રથી જ પણ ભયજનક, સ્વપક્ષ અને શત્રુના પક્ષને નાશ કરનારું આવું મોટું યુદ્ધ થયેલું જોઈને અને બન્ને પક્ષના રાજાઓ પાછા ફર્યા, ત્યારે ત્યાં ગીધ, ભૃગાલ વગેરે મડદાઓનું ભક્ષણ કરી રહ્યા છે. તે વખતે સાધુ વિચાર કરે છે-“મરવા માટે બીજે કઈ ઉપાય નથી તે રણભૂમિમાં રહી ગૃપૃષ્ટ મરણને સ્વીકારું.” આ પ્રમાણે તે મહાત્માએ નિશ્ચય કર્યો. તે વખતે તે પાપીની સ્ત્રી કંદમુળ, ફલ વગેરે લાવવા માટે ગઈ ત્યારે તે મુનિ કરવા ગ્ય અંતિમ આરાધના કરી ધીમે ધીમે તે, ગીધડા
જ્યાં કલેવરનું ભક્ષણ કરી રહ્યા છે ત્યાં જઈ અનશન ગ્રહણ કરી મડદાઓની મધ્યમાં જઈ મરેલાની જેમ રહ્યા. હવે દુષ્ટ જી વડે ભક્ષણ કરાએલા તે મુનિ સમાધિપૂર્વક કાળધર્મ પામી જયંત વિમાનમાં અનુત્તર દેવ થયા. આ પ્રમાણે આ બન્ને મુનિવરે ત્યાંથી મનુષ્યભવને પ્રાપ્ત