________________
બે મુનિએની કથા : ૧૦૫
| [ ૨૩૩ ત્યાગ કરૂં કાલે ત્યાગ કરૂં એમ વિચાર કરતી ફક્ત આટલા દિવસ સુધી તમારા દર્શનની આશાથી જ જીવન ટકયું છે. હવે તમારી સાથે જીવવું અથવા મરવું તેમાં સંદેહ નથી, તેથી હે પ્રાણનાથ ! તમને જેમ ગમે તેમ કરે. આ પ્રમાણે તેનું વચન સાંભળી તે સાધુએ ગુરૂ ભગવંતનું વચન યાદ કરી પૂર્વે ગુરૂએ કહેલું એવું ઉપશમ ન થાય તેવું ધર્મ વિન હાલમાં ઉપસ્થિત થયું છે, આ પ્રમાણે જાણ કેવળ મેક્ષને માટે જ લક્ષ બાંધનાર અને પિતાના જીવિતની અપેક્ષા નહીં કરનાર તે મુનિ કહે છે “હે ભદ્ર! એક ક્ષણ તું ત્યાં સુધી ઘરની બહાર રહે, જ્યાં સુધી હું કંઈ પણ મારું કાર્ય કરી લઉં. ત્યાર પછી તારું હિત અને અત્યંત સુખ થાય તેવું હું કરીશ. હવે તેણી ખુશ થઈ તેમ થાઓ” એ પ્રમાણે સ્વીકાર કરી, અત્યંત માયા કપટથી ભરેલી ઘરના દરવાજાને બંધ કરી બહાર રહી. મુનિ ભગવંત પણ ત્યાં અનશન કરી પરમ ધર્મધ્યાનમાં વર્તતા ગળામાં ફાંસો નાખી વિધિપૂર્વક મૃત્યુ પામી અશ્રુત દેવલોકમાં દેવ થયા. તે વખતે નગરમાં વાત ફેલાઈ “આ સ્ત્રીએ સાધુને હણ્યા” તેથી પિતાએ તિરસ્કાર કરી હાથ પકડી તે સમશ્રીને પિતાના ઘરમાંથી બહાર કાઢી મૂકી. માર્ગમાં તે પ્રસવના દેષથી મૃત્યુ પામી.
વિજયશ્રી પણ અત્યંત સ્નેહના વશથી એક તાપસના આશ્રમમાં દીક્ષા ગ્રહણ કરી કંદમુલનું ભક્ષણ કરતી ત્યાં જ રહેલી છે. એક વખત પૂર્વે કહેલા મુનિવરના લઘુબંધુ સોમદત્ત મુનિ વિચરતા દૈવયેગથી ત્યાં આવ્યા અને ત્યાં