________________
બે મુનિઓની કથા : ૧૦૫
[ ૨૩૧
પિતાની સાથે અમારો સંગ ન કર્યો? તેમજ પાપી એવા અમે ત્યાં શા માટે વધુ રહ્યા? આ પ્રમાણે વિલાપને કરતા વારંવાર માથું કૂટતાં તેઓએ તેવી રીતે રૂદન કર્યું કે ઘરના માણસ અને માર્ગમાં જતા લોકે પણ રૂદન કરવા લાગ્યા, આહાર પાણીને ત્યાગ કરી રહેલા તેઓ કેમે કરી સ્વજનને વડે વિનંતિ કરાએલા તેઓના આગ્રહથી ભેજન વગેરે સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરવા લાગ્યા. હવે એક વખત ત્યાં પધારેલા દમઘોષસૂરી પાસે સંસારને ઉચછેદ કરનારો સર્વજ્ઞ ભગવંતને ધર્મ સાંભળે. ત્યારપછી તેઓ “મૃત્યુ, રોગ, દુર્ગતિ, શેક અને વર વગેરેથી ભરેલો આ સંસાર છે–એમ નિશ્ચય કરી વૈરાગ્ય વાસિત થયેલા તેઓ બને ગુરૂ સમક્ષ કપાળે અંજલી કરી કહે છે- હે ભગવંત! તમારી પાસે અમે દીક્ષા ગ્રહણ કરશું.”
હવે ગુરૂ ભગવંતે સૂત્રના ઉપયોગથી સંયમ માર્ગમાં તેઓને વિન થશે એમ જાણી કહ્યું,-હે મહાનુભાવો ! તમારે દીક્ષા ગ્રહણ કરવી ઉચિત છે. પણ સ્ત્રીના નિમિત્તથી તમને ઘણું જ ઉપસર્ગ થશે. જે તમે જીવિતના નાશમાં પણ સારી રીતે નિર્ભય બની ઉપસર્ગ સહન કરે તે જદી, દીક્ષા ગ્રહણ કરે અને મેક્ષની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે. અન્યથા તે ચારિત્ર અનુષ્ઠાનમાં ઉપર ચડયા અને પડયાની જેમ હાસ્ય પાત્ર થશે તેઓએ કહ્યું, કે-હે ભગવંત ! જે અમોને જીવન ઉપર છેડે પણ રાગ હેત તે ચારિત્ર ગ્રહણ કરવાની બુદ્ધિ ન કરત, તેથી સંસારના