________________
બે મુનિઓની કથા
૧૦૫ સંયમની વિરાધનાના પ્રસંગમાં દેહ ત્યાગ કરવો તેની શાસ્ત્રમાં અનુજ્ઞા આપેલી છે. અહીં ગીતાર્થ બે સાધુઓનું દૃષ્ટાંત બોધને માટે કહેલું છે.
નરવિક્રમ રાજાથી રક્ષણ કરાયેલી અવંતી નગરીમાં સુદર્શન નામે શેઠ હતા. તેને બે પુત્રો છે, પહેલે જયસુંદર અને બીજે સોમદત્ત નામે છે. તે બન્ને કળાઓમાં કુશળ, રૂપ વગેરે ગુણોથી યુક્ત, પરસ્પર ઘણું સ્નેહવાળા, બહુ સત્વવાળા, આ લેક અને પરલોકના અવિરૂધ્ધ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે. એક વખત તેઓ મહામૂલ્યવાળું કરિયાણું ગ્રહણ કરી, ઘણા માણસો સહિત અહિ છત્રા નગરીમાં ગયા. ત્યાં રહેલા તેને જયવર્ધન શેઠ સાથે સ્નેહ પ્રધાન મૈત્રી થઈ. તે શેઠને સમશ્રી અને વિજયશ્રી નામે બે પુત્રીઓ છે. તેથી તે શેઠે તે બને પુત્રીઓ તેઓને આપી અને વિધિપૂર્વક તેઓના વિવાહ કર્યો. ત્યારપછી તે બન્ને તેઓની સાથે સજજન લેકેથી અનિંદિત એવા પાંચે ઈન્દ્રિયેના સુખને યથા સમયે ભગવતાં ત્યાં રહ્યા છે. એક વખત પિતાના નગરમાંથી આવેલા કેઈક માણસે તે બન્ને શેઠના પુત્રોને કહ્યું કે- “તમે જલ્દી ઘેર આવો” આ પ્રમાણે પિતાએ આદેશ કર્યો છે, કારણ કે તમારા પિતા અસાધ્ય, દમ, ખાંસી, શ્વાસ વગેરે ઘણું રેગથી પીડાએલા તે તમારું દર્શન કરવા જલદી ઈચછે છે. આ સાંભળી તેઓ પિતાના