________________
૨૨૮)
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સંયમની આરાધના કરવા પૂર્વક સિદ્ધિપદને પામશે. સુલસા શ્રાવિકા પણ હૃદયરૂપી કમળમાં એક વીર જિનેશ્વર દેવને જ ધ્યાન ધરતી. સર્વગુણમાં ઉત્તમ સ્થિરતા રૂપ આભુષણ વડે સમ્યકત્વને ભાવતી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી આ જ ભારતક્ષેત્રમાં આવતી વિશીમાં ચોત્રીશ અતિશયોથી યુકત “નિર્મમ” નામના પંદરમાં તીર્થકર થશે. આ પ્રમાણે જે મનુષ્ય તીર્થકર ભગવંતને સ્થિરતા ભાવથી હૃદયમાં ધારણ કરશે તે ત્રણ જગતના શિખર સમાન તીર્થકર પદને પામશે.
ઉપદેશ –સમ્યક્ત્વ ભાવથી ભૂ વિત સુલસા શ્રાવિકાનું આ ચરિત્ર સાંભળી હે ભવ્ય જી ! તમે પણ તે પ્રમાણે સ્થિરતાપૂર્વક મનમાં શ્રી વીર જિનેશ્વરનું ધ્યાન ધરે.
સમ્યક્ત્વ દર્શનના પ્રભાવ ઉપર સુલસી શ્રાવિકાની ૧૦૪ મી કથા સમાપ્ત.
–આત્મ પ્રબોધમાંથી,