________________
ક્ષુલ્લકમુનિની કથા : ૧૦૧
[ ૨૦૩ મોટું કૌતુક છે. અહિં જગદ્ગુરૂ તેને ઉપકારને લાભ જોઈને રૂદ્ર શુક્લકમુનિના ભાવથી શરૂ કરી સમગ્ર પૂર્વ ભવન સર્વ વૃતાંત કહ્યો. ગુણાકર તે સાંભળી ભવ ભ્રમણના ભયથી દુઃખી મનવાળે ગાઢ પશ્ચાત્તાપ કરતો તે કહે છે- હે ભગવંત ! આ પાપનું શું પ્રાયશ્ચિત આવે? ભગવંતે કહું, હે ભદ્ર! સાધુઓને વિષે બહુમાન, વૈયાવચ્ચ વગેરે શુભ કૃત્યે મૂકીને બીજા કેઈ પ્રકારે શુદ્ધિ થશે નહિ. તેથી તે ઘેર સંસારથી ભય પામેલા તેણે તીર્થકર ભગવંત પાસે “હંમેશા મારે પાંચસો સાધુઓને વંદન, વૈયાવચ્ચે વગેરે કરવું.” એ પ્રમાણે ગુણકરે અભિગ્રહ ગ્રહણ કર્યો. તે અભિગ્રહનું સારી રીતે પાલન કરે છે. જે દિવસે પાંચસો સાધુઓ પરિપૂર્ણ થતાં નથી તે દિવસે તે ભજન કરતે નથી. આ પ્રમાણે છ માસ સુધી અભિગ્રહનું પાલન કરી તપ વિગેરેથી શેષિત દેહવાળે મરીને બ્રહ્મદેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં અવધિજ્ઞાનથી પૂર્વભવના વૃત્તાંતને જાણી વિશેષે કરી તીર્થકર ભગવંતના સાધુઓના વંદન, વૈયાવચ્ચ વગેરે કૃત્યમાં વર્તત, કેમે કરી દેવભવમાંથી ચ્યવી, ચંપાપુરીમાં ચંદ્ર રાજાના પુત્રપણે ઉત્પન્ન થયો. પૂર્વભવમાં સાધુ ભગવંતે ઉપર દઢ અનુરાગથી આ ભવમાં પણ બુદ્ધિશાળી તે મુનિ ભગવંતને જોઈ પૂર્વભવની જાતિનું સ્મરણ કરે છે અને આનંદ અનુભવે છે. સાધુ ઉપર પ્રેમ દેખવાથી માતા પિતાએ “પ્રિય સાધુએ પ્રમાણે યથાર્થ તેનું નામ રાખ્યું, ત્યાં પણ સર્વ તપસ્વીજનેની વૈયાવચ્ચ વગેરે કાર્યો કરવામાં તત્પર, વિવિધ પ્રકારના