________________
૧૮૪ ]
: પ્રાકૃત વિજ્ઞાન કથ
બ્રાહ્મણેા ! હાલમાં આ અવસ્થામાં મારૂં રૂપ શું જુએ છે? જો રૂપ જોવાની અભિલાષા હાય તા સ્નાન કર્યા પછી શ્રેષ્ઠ અમૂલ્ય વસ્ત્ર પહેરેલા, અલંકારાથી વિભૂષિત થયેલ, માથા ઉપર છત્ર ધારણ કરાતા, ચામરો વડે વિઝાતા ખત્રીશ હજાર શ્રેષ્ઠ રાજાએ વડે સેવાતા એ સમયે મારૂ રૂપ તમારે જોવું.’ આ પ્રમાણે ચક્રવતીનું વચન સાંભળીને તેઓએ વિચાર કર્યો અહા! ઉત્તમ પુરૂષોને પોતાના મુખેથી પેાતાની પ્રશંસા કરવી ચેગ્ય નથી. જેવી રીતે ખીજાએ વડે ગ્રહણ કરેલા મનુષ્યેાના ગુણા સુખ અને સૌભાગ્યને આપનારા થાય છે, તેવી રીતે પોતે ગ્રહણ કરેલાં હાય તો તેવા થતા નથી. એટલે તે સુખ સૌભાગ્ય આપનારા થતાં નથી એથી પંડિત પુરૂષો પોતાના ગુણાની પ્રશંસા કરતા નથી. ત્યાર પછી તે બ્રાહ્મણ રૂપવાળા દેવા ચક્રવર્તીનું વચન પ્રમાણ કરીને ગયા.
ત્યાર પછી ચક્રવતી પોતાની સભામાં આવીને બેઠા. તે વખતે તે દેવા ફરીથી પણ ત્યાં આવ્યા. તે વખતે તેમનુ રૂપ જોઇને અત્ય’ત ખેદ પામ્યા. ચક્રવતી એ કહ્યું-ખેદ્યનુ કારણ શુ છે ? તેઓએ કહ્યું —‘સંસારના ભાવાના વિલાસ' ચક્રવતીએ કહ્યું,—કેવી રીતે? તેઓએ કહ્યું—આપણું જે રૂપ પહેલાં જોયુ હતુ... તેનાથી અનંત ગુણહીન તમારૂં રૂપ હાલમાં દેખાય છે. ચક્રવતીએ કહ્યું; કેવી રીતે આ તમે જાણા છે?’ તેઓએ કહ્યું કે-હે ચક્રવતી ! મુખમાં રહેલા પાનના રસને ભૂમિ ઉપર થુકીને જુએ, જો માખીઓ તેના ઉપર બેસીને મરણ પામે તે આ અનુમાનથી તમારે