________________
સનકુમાર ચક્રવર્તીની કથા : ૯૭ [ ૧૮૫ જાણવું કે મારું શરીર વિષમય થયું છે, સાત મહા રેગ તમારા શરીરમાં ઉત્પન્ન થયેલા છે. આ પ્રમાણે દેવના વચન સાંભળી ચક્રવતી વિચાર કરે છે કે –“આ દેહ અનિત્ય છે, આ અસાર શરીરમાં કોઈપણ સાર નથી, કહ્યું છે કે –“શરીર વગેરે અનિત્ય છે. વૈભવ સંપત્તિ શાશ્વતી નથી અને મૃત્યું હમેશા સાથે રહેલ છે તેથી ધમને સંગ્રહ કરવો જોઈએ. દરિદ્ર અવસ્થામાં દાન, સમર્થની ક્ષમા, સુખી અવસ્થામાં ઈચ્છાને નિરોધ અને યૌવન અવસ્થામાં ઈન્દ્રિયોનો નિગ્રહ કરે આ ચારે વસ્તુઓ અત્યંત દુષ્કાર છે,” આ પ્રમાણે વિચાર કરતાં વૈરાગ્યમાં તત્પર સનસ્કુમાર ચકતી એ રાજય લક્ષ્મીને ત્યાગ કરી સંયમ ગ્રહણ કર્યું. તે રાજા સપે ત્યાગ કરેલ કાચલીની જેમ પાછળ અનુસરતી પિતાની રાજ્ય લક્ષ્મીની સામું પણ જેતા નથી. સુનંદા વગેરે મહારાણીઓના વિલાપેને સાંભળતાં છતાં પણ સહેજપણ ચલિત થતા નથી, છ માસ સુધી નવ નિધિઓ, ચૌદ રત્ન અને સેવકે પાછળ ફરે છે. છતાં તેણે પાછું વાળીને સામું પણ ન જોયું. તે રાજર્ષિ છઠ્ઠ તપને અંતે હંમેશા પારણું કરે છે. પારણામાં પણ સર્વ વિગઈએ ત્યાગ કરીને રેગથી ભરેલા દેહ. વાળો તે મમતા માયા અને રાગ રહિત ભૂમિ ઉપર વિચરે છે.
આ સમયે ફરી પણ સૌધર્મેન્દ્ર કહ્યું કે અહો ! સનત્કમાર મુનિ ધન્ય છે. કારણ કે મોટા રોગોથી પીડાતા પણ