________________
સ ન ૯ મા ર ચક્રવર્તીની કથા
અલ્પપણ નિમિતથી કેટલાયે સજજને બધ પામે છે અહિં સનસ્કુમાર ચક્રવતીનું ઉદાહરણું છે.
ગજપુર નગરમાં સનસ્કુમાર ચક્રવર્તી મહારાજા હતા. અતિ રૂપવાળા તે ભરત ક્ષેત્રના છએ ખંડનું રાજ્ય કરે છે. એક વખત સૌધર્મ સભામાં દેવેન્દ્ર એવા શકે સનકુમાર ચકવર્તીના રૂપની ઘણી પ્રશંસા કરી અને કહ્યું કે–પૃથ્વી ઉપર આના જે બીજે કઈ પણ રૂપવાળ નથી, તેથી ઈન્દ્રના વચનની શ્રધ્ધા નહીં કરતા વિજય અને વિજયંત બને દેવે તેના રૂપનું કુતૂહલ જોવા માટે બ્રાહ્મણનું રૂપ કરી ગજપુર નગરમાં આવ્યા. આ વખતે સ્નાન કરવાના સમયે આસન ઉપર બેઠેલા આભૂષણથી રહિત સુગંધી તેલથી લેપ કરાતા સનસ્કુમાર ચકવર્તીને જોઈ તેના અત્યંત રૂપથી મેહ પામેલા દેવે વારંવાર માથું ધુણાવવા લાગ્યા. ચકવતીએ પૂછયું–શા માટે માથું ધુણાવે છે? તેઓએ કહ્યું કે-હે રાજન ! આપના રૂપના દર્શનમાં જેવા પ્રકારનું કુતૂહલ સાંભળ્યું હતું તેવા પ્રકારનું રૂપ અમે જોયું, આ પ્રમાણે બ્રાહ્મણના વચન સાંભળી અત્યંત રૂપથી ગવિત થયેલા મહારાજા કહેવા લાગ્યા–“હે