________________
કૂર્મા પુત્રની કથા ઃ ૯૪
[ ૧૬૫
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની મધ્યમાં દુર્ગમપુર નામનું નાર છે. ત્યાં દ્રોણ રાજા રાજ્ય કરે છે. તે રાજાને કુમા નામની પટરાણી છે. તેને સુંદર રૂપથી કામદેવને જીતનાર એ સુંદર દુર્લભ નામે કુમાર છે. તે કુમાર પિતાની યુવાનીના મદથી બીજા ઘણા કુમારોને દડાની માફક આકાશમાં ઉછાળતે હંમેશ રમે છે. એક વખતે તે નગરના ઉદ્યાનમાં સુચન નામે કેવળી ભગવંત પધાર્યા. તે ઉધાનમાં ભદ્રમુખી નામની યક્ષીણું રહે છે. તેણી સુચન કેવળી ભગવંતને નમસ્કાર કરી આ પ્રમાણે પૂછે છે-હે ભગવન ! પૂર્વભવમાં હું માનવતી નામની મનુષ્ય સ્ત્રી હતી. અને સુવેલ નામના વેલંધર દેવની પરિભેગ્યા પ્રાણપ્રિયા હતી. ત્યાં મારું આયુષ્ય પૂર્ણ થયે આ વનમાં હું ભદ્રમુખી નામની યક્ષિણી થઈ, વળી મારા સ્વામી વેલંધર દેવ કયાં ઉત્પન્ન થયા છે? હે નાથ ! તે તમે કહો. તેથી કેવલી ભગવંત કહે છે–હે ભદ્રે ! તું સાંભળ. આ જ નગરમાં દ્રોણ રાજાને પુત્ર દુર્લભ નામે તારે પૂર્વભવને સ્વામી ઉત્પન્ન થયેલ છે. તે સાંભળી ખુશ થયેલી ભદ્રમુખી યક્ષિણી માનવતીનું રૂપ ધારણ કરી કુમારની પાસે આવી. ઘણા કુમારને ઉછાલવામાં તત્પર તે કુમારને જોઈ હસીને તેણી કહે છે-આ ગરીબની સાથે રમવા વડે શું? જે તારૂં ચિત્ત વિચિત્ર ચિત્રભાવે જોવામાં ચંચલ હોય તે મારી પાછળ દેડતે આવ. આ વચન સાંભળી તે કુમાર તે કન્યાની પાછળ દોડે છે તેની આગળ દેડતી તે કન્યા, તે કુમારને પિતાનાં વનમાં લઈ જાય છે. ઘણી શાખાવાળા વડવૃક્ષની