________________
24
કુમ પુત્રની કથા
ભાવ ધર્મથી વિભૂષિત શ્રાવક ઘરમાં રહેવા છતાં પણ કૂર્મા પુત્રની જેમ નિર્મળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
રાજગૃહી નગરીમાં ગુણશિલ ચીત્યમાં શ્રી વર્ધમાન જિનેશ્વર પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. તેમાં બેઠેલા શ્રી વીર પરમાત્મા દાન વગેરે ચાર ભેદેવાળે ધર્મ કહે છે. દાન, શીલ, તપ અને ભાવ ધર્મના ભેદથી ચાર પ્રકારને ધર્મ છે. તેમાં ભાવધર્મ મહા પ્રભાવવાળે ધર્મ છે. કહ્યું છે કે-“ભાવધર્મ એ સંસારરૂપી સમુદ્રને તરવામાં નાવ સમાન, ભાવ એ સ્વર્ગ અને અપવર્ગમેક્ષરૂપી નગરમાં જવા માટે નીસરણું સમાન છે. ભાવ એ ભવિક જીના મનવાંછિત આપવામાં અચિંત્ય ચિંતામણું રત્ન સમાન છે. તત્વને જાણનાર, ચારિત્રને ગ્રહણ કર્યા વિના ભાવ વિશુદ્ધિથી કૂર્માપુત્ર ઘરમાં રહેવા છતાં પણ કેવળજ્ઞાન પામ્યા.” અહિંયા ઈન્દ્રભૂતિ નામના ગણધર ભગવાન શ્રી મહાવીરને વંદન કરી આ પ્રમાણે પૂછે છે- હે ભગવંત! કૂર્મા પુત્ર કેણ છે? અને ઘરમાં રહેવા છતાં પણ તેણે કેવળજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું ? તે વખતે શ્રમણ ભગવાન મહાવીર જે જન ગામિની વાણીથી દેશના આપે છે. હે ગાયમ ! તમે મને કૂર્મા પુત્રનું ચરિત્ર પૂછવું તે તમે એક ચિત્તવાળા થઈ તેનું ચરિત્ર સાંભળે.