________________
સાગર શેઠની કથા ઃ ૯૩
[ ૧૬૧ તેઓના સ્વામી સુઈ ગયે તે પુત્રવધૂઓ મંત્રથી અધિવાસિત કરાયેલ તે ઝાડ ઉપર બેસી રત્નાદ્વીપમાં ગઈ. ચારે બાજુ કીડા કરી રાત્રિના છેલ્લા પ્રહરમાં ઘેર આવી તેઓ તે વૃક્ષને જ્યાં હતું ત્યાં મૂકી સૂઈ ગઈ. એ પ્રમાણે હંમેશા રાત્રિમાં કરે છે. એક વખત પશુઓને બંધનદેહન વગેરે કામને કરનાર વૃક્ષનું ફેરફાર થવાનું કારણ જાણવા ઇચ્છતા ઘરના નેકરે રાત્રિમાં ગુપ્તપણે તે વહુઓનું સ્વરૂપ જાણીને વિચાર કર્યો. તેઓ ક્યાં જાય છે તેની તપાસ કાલે કરીશ. તેથી બીજે દિવસે પિતાનું સર્વ કાર્ય કરી તે વૃક્ષની બખેલમાં પ્રવેશ કરી રહ્યો. રાત્રિમાં વૃક્ષ પૂર્વની માફક ઉડી સુવર્ણ દ્વીપમાં ગયું. ચારે વહુઓ વનમાં ફરે છે. નેકર પણ વૃક્ષની બખોલમાંથી બહાર નીકળી ચારેબાજુ સુવર્ણ જતાં આશ્ચર્ય પામેલે તે વહૂઓના આવવાના અવસર સુધી કેટલુંક સુવર્ણ ગ્રહણ કરી પહેલાની માફક બખોલમાં પ્રવેશ કર્યો. વહૂઓ ત્યાં આવી અને મંત્રશક્તિથી તે ઝાડ આકાશમાં ઉડયું. ક્ષણવારમાં તેઓ પિતાના સ્થાને આવી. આ પ્રમાણે કેટલેક કાળ ગયે છતે નકર સુવર્ણ મળવાથી ઘરનું કાર્ય સારી રીતે કરતું નથી અને શેઠની સામું બેલે છે. ધૂર્ત શેઠે વિચાર કર્યો કે આણે મારા ઘરમાંથી કાંઈ પણ મેળવ્યું હશે. એક વખત શેઠે તેને એકાંતમાં પૂછ્યું. તુચ્છપાત્ર એવા તેણે પુત્રવધૂનું વૃતાંત જણાવ્યું. “આજે હું જઈશ તારે આ વાત બીજા કોઈને પણ કહેવી નહી, એ પ્રમાણે નેકરને જણાવીને રાત્રિમાં ગુપ્ત રીતે તેણે વૃક્ષની બખેલમાં પ્રવેશ કર્યો. પૂર્વની જેમ