________________
કાષ્ઠમુનિની કથા : ૯૨
[ ૧૫૭
આવ્યા. તેમાં એક વૃદ્ધ તપસ્વીએ નાના તપસ્વીને આ પ્રમાણે કહ્યું, ‘આ કુકડાની કલગી સહિત માથું જે ખાય તે રાજા થાય.' તે વચન ભીતની પાછળ રહેલા બ્રાહ્મણે સાંભળ્યું બ્રાહ્મણ વજ્રાને કહે છે. આ કુકડાનું માથું ખાવા માટે અવશ્ય મને આપજે. તેણીએ રાગના કારણથી તેના વચનના સ્વીકાર કર્યો. પછી તે વજ્રાએ તેને હણીને રાંધવા માટે અગ્નિમાં નાખ્યા. તે બ્રાહ્મણ સ્નાન કરવા ગયા. ત્યારે પુત્ર પાઠશાળાથી આવ્યા અને ભોજન માંગ્યું. ભૂલથી માતાએ તેને ખાવાને માટે કલગીવાળું કુકડાનું માથુ આપ્યું. ત્યાર પછી તે ખાઈ ને ભણવા ગયા. બ્રાહ્મણ આવીને ખાવાને માટે બેઠે. માથા વગરનુ માંસ જોઈને તે પુત્ર ખાઈ ગયા છે” તે જાણી, સ્ત્રીને પૂછી નિર્ણય કરી કહ્યું, કે ‘પુત્રને હણી કુકડાના માથાનુ માંસ જા તું આપીશ તા આપણા બન્નેના સ્નેહના ભંગ થશે નહી', કામાંધ તેણીએ પુત્રને મરવાનું સ્વીકાર્યું. પણ તેઓની આ ગુપ્ત વાત ધાઈ માતાએ સાંભળી તેથી તે પુત્રને પાઠશાળામાંથી લઈ કેડ ઉપર બેસાડી નગરની બહાર નીકળી ક્રમે કરી પૃથ્વ ચંપાનગરીના ઉદ્યાનમાં આવી, અહીં તે નગરના રાજા પુત્ર રહિત મૃત્યુ પામ્યા છે તેથી પ્રધાન વગેરેએ કરેલા પચ દિવ્યથી ઉદ્યાનમાં સૂતેલા તે બાળકને પ્રમાણ માની તેને રાજ્યમાં અભિષેક કર્યાં. કેટલાક કાળે તે કાય્ઝ શેડ ઘેર આન્યા. તેણે ઘરમાં ધાઈમાતા, પુત્ર, કુકડા અને મેના એ ચારેને નહી' જોતા પોપટને પૂછ્યું', પોપટે કહ્યું, કે મને પાંજરાની બહાર કાઢો તા નિર્ભીય થઈ સ વૃતાંત હું