________________
૧૫૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તમને કહ્યું, તેથી શેઠ વડે મુક્ત કરાએલા પિપટે ઝાડની શાખા ઉપર બેસી શેઠને બ્રાહ્મણ અને વજને સંબંધ કહ્યો. તે સાંભળી વેરાગ્ય પામેલા તે શેઠે દીક્ષા ગ્રહણ કરી તેમજ રાજાના ભયથી તે વજા ત્યાંથી બ્રાહ્મણ સાથે નીકળી દૈવયોગથી પુત્રના રાજ્યમાં આવી. તત્ર તમને કરતા તે કાષ્ઠમુનિ વિચરતા તે જ નગરમાં આવ્યા. અચાનક વજાના ઘરમાં આહાર લેવા માટે ગયા. વજા પિતાના પતિને ઓળખી વિચાર કરે છે. જે આ મને ઓળખશે તે મારી નિંદા કરશે તેથી ભિક્ષાના પાત્રમાં પિતાનું ભૂષણ મૂકી પિકાર કરવા લાગી. તેથી ચોરીના કલંકવાળા તે મુનિને સુભટો રાજાની સમક્ષ લઈ ગયા. ત્યાં ધાઈમાતાએ તેમને ઓળખ્યા અને રાજાને કહ્યું, આ તમારા પિતા છે. એમ કહી સર્વ વૃતાંત કહ્યું, તેથી રાજાએ, મારા પિતાને હણનારી આ માતા છે. એમ જાણી નગરની બહાર તેને કાઢી મૂકી, રાજા પણ પિતા એવા મુનિના ઉપદેશથી શ્રાવક થયે અને પિતા એવા ગુરૂ ભગવંતને વિશેષ આગ્રહ કરી પિતાના નગરમાં રાખ્યા. રાજા સર્વ ઋષિ સાથે ગુરુ ભગવંતના વંદન કરવા હંમેશા જાય છે. અને ઉપદેશ સાંભળે છે. કેમે કરી રાજા જિનેશ્વર ભગવંતના ધર્મની આરાધના કરવામાં તત્પર સુથાવક થયે. એ વખતે શ્રી જૈન શાસનની પ્રભાવના થતી જોઈ દ્વેષ પામેલા બ્રાહ્મણે તે મુનિના છિદ્રો જુએ છે. તેઓએ એક ગર્ભવતી દાસીને જોઈ કહ્યું, કે “તું આ સાધુને કલંક આપ” બ્રાહ્મણે વડે દ્રવ્યથી લેભાયેલી તે દાસી સાધીને વેષ ધારણ કરી તેણે રાજા