________________
તાપસીની કથા
૯૦
સદગુણેનો નાશ કરનારી, પારકાની નિંદા કરી પણ કરવી નહિ. અહિં પરનિંદાના સ્વભાવવાળી તાપસીની કથા છે.
એક ગામમાં વેશ્યાવાડાની નજીક એક તાપસી રહે છે. તે હંમેશા સ્નાન વગેરે કરી પછી જમે છે. ત્યાં નજીકમાં રહેલા વેશ્યાના ઘરમાં ભેગને માટે નટ, ભાંડ, ઠગ વિગેરે દુર્જન મનુષ્યને આવતા જોઈ ઇર્ષ્યા કરતી તાપસી આ પ્રમાણે વિચાર કરે છે. આ પપિની વેશ્યા હંમેશા ઘણું પાપ કરે છે તેથી ત્યાં આવતા માણસની સંખ્યા ગણવા માટે એક ભાજન જુદું રાખ્યું જે દિવસમાં જેટલા માણસે આવે છે, તે દિવસમાં તેટલા કાંકરા તે ભાજનમાં નાખે છે. એટલામાં એક વખત તાપસીને ભાઈ ત્યાં આવ્યું. તાપસી સારી રીતે તેને જમાડી કાર્ય માટે બહાર ગઈ. અહિં અતિથિ એવા તેના ભાઈએ તે ભાજન ઉઘાડયું. કીડાઓથી ભરેલું ભાજન જોઈને બેનને પૂછયું કે આ ભાજન કેમ ભર્યું છે? તેણું કહે છે જેટલા પુરૂષે આ વેશ્યાના ઘરમાં ભેગને માટે આવે છે તેની સંખ્યા ગણવા માટે મેં આ ભજનમાં કાંકરી નાખ્યા છે. તેણીને ભાઈ કહે છે, કે-આની ઈર્ષ્યા અને નિંદા કરતી એવી તે આ પ્રમાણે કર્યું. પણ તેથી તે વેશ્યાનું પાપ ગ્રહણ કર્યું એથી ભાજનમાં નખાયેલા કાંકરા પણ પાપના ઉદયથી કીડા થયા. એથી પાપી માણસેના પાપની ગણત્રી કરાય