________________
૧૫૦ )
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ થયા તે આ એકની ઉપર શું મહ? તેથી સમુદાયમાંથી કાઢી મુકાયે. તે પુત્ર મરણ પામી પાડા તરીકે ઉત્પન્ન થયે અને તેના પિતા આરાધના કરી સ્વર્ગમાં ગયા. અવધિજ્ઞાનથી પુત્રને પાડા તરીકે ઉત્પન્ન થયેલે જાણી સાથે વાહનું રૂપ ધારણ કરી તે જ પાડાને પાણી લાવવા માટે ગ્રહણ કર્યો. તે પાડાની પીઠ ઉપર બહુ પાણી મૂકી વહન કરાવે છે. તેમજ તેને બેધને માટે “હે તાત ! હું જેડા વિના ચાલવાને શકિતમાન નથી.” ઈત્યાદિ પૂર્વના તેના કહેલા વચને તે દેવ સંભળાવે છે. તેથી તે વચને સાંભળતા પાડાને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પિતાના પૂર્વભવને યાદ કરતો વારંવાર આંસુ પાડતો વિચાર કરે છે-પિતાએ કહેલું ચારિત્ર મેં ન પાળ્યું તેથી મરણ પામી હું પાડે થયો. ત્યાર પછી દેવે કહ્યું, હું તારે પિતા છું તને પૂર્વભવ યાદ કરાવવા હું અહિં આવ્યો છું. જે આગળ શુભગતિમાં જવાની ઈચ્છા હોય તે અનશન અંગીકાર કર. તેથી પ્રતિબધ પામી તે પાડે અનશન અંગીકાર કરી બૈમાનિક દેવ થયો. ત્યાંથી માનવભવ પ્રાપ્ત કરી નિર્મળ ચારિત્ર આરાધી કેમે કરી સિદ્ધિપદને પામશે. એથી શુદ્ધ દ્રત પાળવું જોઈએ.
ઉપદેશ –અહિં ક્ષુલ્લક મુનિનું વ્રત વિરાધનાનું ફળ જાણું હે ભવ્ય જી ! તમે ભાવથી સંયમની વિશદ્ધિ માટે યત્ન કરે. ક્ષુલ્લકમુનિની કથા ૮મી સમાપ્ત.
-પ્રબંધપંચ શતીમાંથી.