________________
જગડુ શાહની કથાઃ ૮૧
[ ૧૨૧ તે સાંભળી કેઈ ચારણ બેલે છે કે“વિસલ! તું વિરૂવં કરેઈ, જગડુ કરાઈ છે જી. તું જમાઈ તેજસુ, સે હું જમાવઈ ઘીઈ ! !”
જગડુશાહ હંમેશા યંગ્ય સ્થાને બેસી ઈચ્છા પ્રમાણે દાન આપે છે. ત્યાં કેટલીએક લજાવંતી ઉત્તમકુળની સ્ત્રીઓ પ્રગટદાન લેવાને માટે સમર્થ થતી નથી, તેથી તે સ્ત્રીઓને ગુપ્તદાન આપવા માટે આગળ પડદે બાંધી દાન આપે છે, જેથી તે સ્ત્રીઓ પડદાની અંદર હાથ નાખી દાન ગ્રહણ કરે છે. એક વખત વિસલ રાજા પિતાના ભાગ્યની પરીક્ષા કરવા વેષ પરિવર્તન કરી એકલે ત્યાં ગયે. પડદાની અંદર પિતાને હાથ નાખે છે. જગડુશાહે શુભ લક્ષણવાળે હાથ જોઈ વિચાર કર્યો કે-જગતના લેકને પૂજનીય કઈ રાજાને આ હાથ દેખાય છે, દૈવગે કઈ પણ આ રાજા વિપત્તિમાં પડે લાગે છે, તેથી આજીવન પર્યત સુખી થાય તેમ કરૂં એ પ્રમાણે વિચાર કરી પિતાના હાથમાંથી મણિમય મુદ્રિકા કાઢી તેને હાથમાં આપી, તે જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. ક્ષણ પછી ડાબે હાથ પણ પડદામાં નાખે તે વખતે જગડુશાહે તે હાથમાં બીજી મુદ્રિકા આપી. તે રાજા બને મુદ્રિકા ગ્રહણ કરી પિતાના મહેલમાં ગયે. બીજે દિવસે જગડુશાહને બોલાવી “આ શું છે?” એ પ્રમાણે કહી બે મુદ્રિકા બતાવી, તે જોઈ જગડુશાહ, કહ્યું, સર્વ ઠેકાણે કાગડા કાળા દેખાય છે, સર્વ ઠેકાણે પિપટ લીલા હોય છે, તેમ સર્વ ઠેકાણે સુખીને સુખ હોય છે અને દુઃખી દુઃખ હોય છે.