________________
૧૨૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ઈસુલતાને કહ્યું હું પાછો જાઉં છું. કારણ કે ગરીબ માટેનું ધાન્ય હું ગ્રહણ કરીશ નહી. તેથી જગડુશાહે ગરીબ સિવાયનું એકવીશ હજાર મુંઢા પ્રમાણ ધાન્ય સુલતાનને આપ્યું.
કહ્યું છે કે“દાનશાળા જગડુ તણ, દીસે પઢવી મુઝાર નવકારવાળી મણી અડી તે પર અલગ ચાર.”
અહિં પાત્ર કે કુપાત્રને વિચાર કર્યા વિના અનુકંપા દાન આપવું જોઈએ. અનુકંપાદાનને શાસ્ત્રમાં નિષેધ કરા નથી. જેમ શ્રી મહાવીર ભગવંતે પણ કૃપાથી ગરીબ એવા બ્રાહ્મણને અધું દેવદુષ્ય વસ્ત્ર આપ્યું હતું. એ પ્રમાણે અનુકંપાદાન પાપનું કારણ થતું નથી. પરંતુ બીજા અનેક ગુણને લાભ આપનાર છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી અનુકંપાદાન આપવું જ જોઈએ. શાસ્ત્રમાં પાંચ પ્રકારે દાન કીધેલું છે. અભયદાન, સુપાત્રદાન અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન તેમાં પહેલા બે દાને મેક્ષ આપનાર કહેલા છે. અને બાકીના ત્રણ દાન ભેગે અને સુખને આપે છે. એક વખત વિશલ રાજા પાટણ પાસે રહેલી જગડુશાહની દાનશાળામાં ગમે ત્યાં વીસ હજાર માણસે જમતા જોઈ રાજા જગડુશાહને કહે છે કે
અહિંયા અન્ન તમારૂં થાઓ પણ ઘી મારું અપાય તે પ્રમાણે કરતા ઘી ખાલી થઈ જતાં વિસલ રાજાએ ઘીને બદલે તેલ પીરસ્યું. જગડુશાહ પિતાની દાનશાલામાં ઘી આપે છે તે વખતે રાજા જગડુ પાસે છ છ કરાવે છે.