________________
-
ગુરુ અને શિષ્યની કથા
૭૧
સાચા ટૌરાગ્યવાળા છ ઈદ્રિયાના કેઈ પણ વિષમાં આસક્ત થતાં નથી. અહીંયા ગુરુશિષ્યનું દષ્ટાંત બેધ કરનારૂં છે.
વિશુધ્ધ વૈરાગ્યથી રંગાયેલા શિષ્ય સહિત એક ગુરૂ વિહાર કરતા એક વખત જંગલની મધ્યમાં આવી રહ્યા છે. તે વખતે આગળ ચાલતા ગુરૂએ ભૂમિ ઉપર મણિથી શોભિત સુવર્ણ ભૂષણ પડેલું જોઈ વિચાર કરે છે. શિષ્ય પાછળ આવે છે, જે તે આને જે છે તે તેને ગ્રહણ કરવાની અભિલાષા થશે. તેથી આભૂષણ ધૂળથી ઢાંકુ. એ પ્રમાણે વિચાર કરીને તેના ઉપર ધૂળ નાખે છે. તે વખતે શિષ્ય પણ ત્યાં આવ્યું. અને તેની ઉપર ધૂળ નાખતા ગુરૂને જોઈ કહે છે, હે ભગવંત! ધૂળ નાખીને શું ઢાંકે છો? પ્રથમ તે ગુરૂભગવંત કહેતા નથી. પરંતુ શિષ્યન અત્યંત આગ્રહથી તેને કહ્યું કે માર્ગમાં કેઈનું આભૂષણ પડયું છે. તેને જોઈ તને મેહ ઉત્પન્ન ન થાય તેથી મેં ધૂળથી ઢાંકયું છે. શિષ્ય કહે છે “ધૂલિ ઉપર ધૂલ નાખવા વડે શું ?” એ પ્રમાણે સાંભળીને વિસ્મય પામેલા ગુરૂ વિચાર કરે છે કે મારાથી મારે શિધ્ય અધિક વૈરાગ્યવાસિત મનવાળે છે, કારણ કે મને ભૂષણમાં ભૂષણ દૃષ્ટિ છે પરંતુ આને તે ભૂષણને વિષે ધૂલ સરખી દષ્ટિ છે. મહાપુરૂષે મણિમાં અને માટીના ઢેફામાં સમદષ્ટિવાળા