SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ रागद्वेषमहीधरायशिखरं विक्षेपवंशोत्सवो। मैत्री संश्रयणार्थमुक्षिप हृदश्चैतत्समूलं द्रुतम् ॥ વેરને ત્યાગ. ભાવાર્થ-ઈની સાથે પણ વેર બાંધવું તે દુઃખરૂપી દાવાનલ અગ્નિને ઉત્પન્ન કરનાર છે, ચિંતારૂપ લતાને સિંચવામાં અધર–મેઘરૂપ છે, ધર્મરૂપ કમળને બાળવામાં હિંમરૂપ છે, મોટા ભયની ખાણ છે, કર્મના ધંધને આશ્રય આપનાર છે, રાગદ્વેષ રૂપ પહાડનું મુખ્ય શિખર છે, વિશેપની સંતતિને ઉત્સવ સમાન છે માટે મૈત્રી ભાવનાનો આશ્રય કરવાને વેરની જડને હૃદયમાંથી મૂલ સહિત જલ્દી ઉખેડી નાંખ. (૩૫) . વિવેચનવેર બાંધવું એટલે પરસ્પર વૈરવૃત્તિ વધે એવું કૃત્ય કરવું. જગતમાં વેર બાંધવાને પરિણામે મોટા અનર્થે થયાના પુષ્કળ દષ્ટાંત મળે છે. રાવણે રામ સાથે વેર બાંધ્યું, કેરવોએ પાંડવો સાથે વૈર બાંધ્યું, તેનાં કેવાં પરિણામો આવ્યાં તે જગત જાણે છે. દુઃખ, ચિંતા, ત્રાસ, પાપ, રાગદ્વેષ અને કુલપરંપરાગત વિક્ષેપ તેમાંથી જન્મ્યાં અને દુર્ગતિના ભાગી થવાના વિરોધ જનોને પ્રસંગે આવ્યા. ગીતામાં કહ્યું છે કેન વારિ વૈર વન વેરાવ ગુજરાતિ અર્થાત—વૈરથી વરનું શમન થતું જ નથી, પરંતુ વૃદ્ધિ થાય છે. વાટિમકિના રામાયણમાં જણાવ્યા મુજબ જ્યારે રાવણની ઉત્તરક્રિયાને પ્રસંગ આવ્યો ત્યારે તે ક્રિયા કરવાને રામે વિભિષણને સુચના કરતાં કહ્યું હતું કે—મરખાનતાનિ વૈરાગ નિવૃત્ત નઃ પ્રચોનનમ્ ! અર્થા— જ્યારે રાવણ મરણ પામે ત્યારે જ તેના વૈરનો અંત આવ્યો. તેની વૈરબુદ્ધિ તે જીવતો હતો ત્યાંસુધી તો ટકી જ હવે તેનું મરણ થતાં અમારું યુદ્ધનું પ્રયોજન પણ પૂરું થયું. આ ઉપરથી સમજી શકાય છે કે વૈરનો અગ્નિ એક વાર પ્રજો અને જે તેને નવાં નવાં નિમિત્તો દ્વારા ખોરાક મળ્યા જ કરે તો તે અગ્નિ જીવનનો અંત આવતાં સુધી હલવાતો જ નથી. આવા ભયાનક વૈરને ગ્રંથકારે દુઃખના દાવાનળને ઉત્પન્ન કરનાર, ચિંતા
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy