________________
જી બાજુએ તેની ક્રોધી સ્ત્રીએ પરબની ઓરડીમાં જઈને ફાંસો ખાધે હતે ! પિતાની ના ઉપરવટ થઈને સ્વામીએ ગધેડાને પાણી પાવા માંડયું તેથી તે અભિમાનિની સ્ત્રીને બહુ ગુસ્સો ચડ્યો હતો અને તેથી તેણે એ દુષ્કર્મ કર્યું હતું. સાચાની સ્થળ સેવા અને તેની પાછળ રહેલી સેવાબુદ્ધિ કે જેમાં મૈત્રી, પ્રમોદ, કરૂણું તથા માધ્યસ્થ રહેલાં હતાં, અને તેથી ઉલટું તેની સ્ત્રીની વૈતરારૂપ સેવા કે જેની પાછળ સેવાબુદ્ધિ તથા તેને યુક્ત આંતર્ ગુણો નહોતા, તે બેઉનું સ્વરૂપ બીજા દિવસના પ્રભાતમાં વટમાર્ગના સમજવામાં આવ્યું. સાચે માળી ગરીબ કે તવંગર, નાના કે મોટા, ઢેડ કે બ્રાહ્મણ, ગાય કે કૂતરું ગમે તેવા પ્રાણી પ્રત્યે કેવી સેવા બુદ્ધિ ધરાવતો હતો અને તેમને પાણી પાઈ સંતુષ્ટ કરતે હો, તથા તેની સ્ત્રી પાણી પાતી હતી છતાં તેની એ સેવાની પાછળ કેવી કટુતા, ભાવનાહીનતા વગેરે અવગુણ હતા, તે લોકો તે જાણતા જ હતા, પરંતુ એક જ કામ કરનાર બેઉ જણાની સેવાનાં બે જુદાં જુદાં પરિણામો આવેલાં જોઇને તેમનું હૃદય દ્રવ્યું. ગામલેકએ એકઠા થઈને બેઉનો અગ્નિસંસ્કાર કર્યો અને સાચાની પરબ જ્યાં હતી ત્યાં જ પાકી પરબ બંધાવી “સાચા માળીની પરબ” ને નામે તેનું નામ અમર કર્યું. (૩૪)
चतुर्थ परिच्छेद.
સેવાધમ : મૈત્રી ભાવના. [[ પૂર્વે કહેલી ચાર ભાવનાઓમાં પહેલી મૈત્રી ભાવના વિષે વિવેચન કરવામાં આવે છે. મૈત્રી સ્થાપ્યા પૂર્વે વૈરબુદ્ધિને ત્યાગ કરવાની આવશ્યકતા દર્શાવતાં ગ્રંથકાર વૈરના અનર્થોનું કથન કરે છે.]
વૈચાઇ: ૫ રૂલ છે! वैरै दुःखदवानलोद्भवकरं चिन्तालताम्भोधरो। धर्माम्भोजहिमं महाभवखनिः कर्मप्रवाहाऽऽश्रयः॥