________________
વિના જ પ્રત્યુપકાર કરે છે. સ્વાર્થો વચ્ચે વાર્થ gવ સઃ કુમાર: સતામગ્રી: એટલે કે પાર્થ એ જ જેનો સ્વાર્થ છે એ મનુષ્ય જ પુરૂષોમાં હમેશાં અગ્રણી કહેવાય છે. વૃક્ષને સ્વાર્થ એ જ પરાર્થ છે, અને તેથી તેને ધન્યવાદ આપતાં ગ્રંથકાર પૂછે છે કે, હે વૃક્ષ! આવું પરાર્થવ્રત તું કોની પાસેથી શીખ્યું ? (૩૦-૩૧ )
[ કુદરતી વિભૂતિરૂપ સૂર્યાદિની પોપકારિતા હવે વર્ણવે છે ]..
____ परोपकारार्थ मेव सद्वस्तूनामस्तित्वम् । ३२ ॥ सूर्योभ्राम्यति नाशनाय तमसो लोकोपकाराय च । मेघो वर्षति वाति वायुरमलः कालादिमर्यादितः ॥ नद्यो भूमितले वहन्ति नितरां नृणां हरन्त्यो मलं । सद्भावोद्भवनं परार्थमवनौ प्रायेण विज्ञायते ॥
ઉચ્ચ વસ્તુઓની હયાતી પરોપકારને માટે જ છે.
ભાવાર્થ તથા વિવેચન–અંધકારને નાશ કરવાને અને લોકોને ગરમી આપી જીવન નિભાવવાને સૂર્ય પરિભ્રમણ કરે છે, વરસાદ વરસે છે, નિર્મળ વાયુ ઋતુની મર્યાદા પ્રમાણે વાય છે, મનુષ્યના મેલને દૂર કરતી નદીઓ પૃથ્વીના પટ ઉપર હમેશ વહે છે. આ બધું જોતાં પૃથ્વી ઉપર સારી વસ્તુઓનું અસ્તિત્વ ઘણે ભાગે પરોપકાર અર્થે જ હોય એમ જણાય છે. એ તો કુદરતની જડ વિભૂતિની વાત થઈ; પરન્તુ ચૈતન્યવંત મનુષ્યોમાં સર્વસ્વરૂપ સજ્જનો હોય છે અને સૂર્ય, વરસાદ, ઋતુઓ વગેરેની તુલનામાં સજ્જનોનું અસ્તિત્વ પણ પરોપકારાર્થે જ ઘટે. સુભાષિતકાર તો એટલે સુધી કહે છે કે
रविश्चन्द्रौ घना वृक्षा नदी गावश्च सज्जनाः । एते परोपकाराय युगे दैवेन निर्मिताः ॥ અર્થાત--સૂર્ય, ચંદ્ર, વરસાદ, વૃક્ષો, નદી, ગાયે તેમ જ સજ્જનને