________________
વૃક્ષનું પરાથી જીવન, ભાવાથ–હે તરુવર ! તું પત્ર, મૂળ, છાલ, વગેરે તારા સર્વ અવયવોથી ઔષધરૂપે બની મનુષ્યના રોગને હરે છે, દુકાળ જેવા વખતમાં મનુષ્યોને અને પશુઓને પાંદડાંથી પોષણ આપે છે, તારાં ફૂલો મનુષ્યનો સત્કાર કરવામાં અને પૂજનવિધિમાં દરરોજ વપરાય છે, તારાં લાકડાં ખેતીના કામમાં, વહાણ બનાવવામાં, ઘર બાંધવામાં, અને રસોઈ પકાવવામાં વપરાય છે, તારી છાલ વકલ ચીવર બનાવવામાં કામ આવે છે;
જે માણસે લાકડી કે પથરાથી તારે અપકાર કરે છે તેને પણ તું મીઠાં ફળ આપે છે, તારી શીતળ છાયાવડે મુસાફરોના પંથના શ્રમને તું દૂર કરે છે, વૃષ્ટિનું આકર્ષણ કરે છે, વાયુને શુદ્ધ બનાવે છે, શીત તાપ સહન કરીને પણ જનસમાજ ઉપર આટલે ઉપકાર કરે છે : આ પરમાર્થ વ્રત તને કોણે શીખવ્યું ? (૩૦-૩૧)
- વિવેચન—આ અન્યોક્તિવડે વૃક્ષની ઉપયોગિતાનું સૂચન કરવા ઉપરાંત તેના પરાર્થ જીવનનો ખ્યાલ આપવામાં આવ્યો છે. વૃક્ષનાં પાંદડાં, મૂળીયાં, છાલ, લાકડાં, ફળ-ફૂલ, તેમાંથી ઝરત રસ–ગુંદ-લાખ વગેરે સઘળું મનુષ્યોના તેમજ ઈતર પ્રાણીઓના ઉપયોગમાં આવે છે જ; કહ્યું છે કે
अहो एषां वरं जन्म सर्वप्राण्युपजोवनम् । धन्या महीरुहा येभ्यो निराशा यान्ति नार्थिनः ॥
અર્થાત–વૃક્ષો બધાં પ્રાણીઓના જીવનનિર્વાહ માટે ઉપયોગી થાય છે, અને તેની પાસે આશા ધારણ કરીને જનાર કોઈ પણ પ્રાણી નિરાશ થતું નથી. પરંતુ તેની આ ઉપયોગિતા ઉપરાંત તેનું પરાર્થે જીવનનું વ્રત કેટલું કટ્ટર છે? તેને પત્થર મારનાર–તેને અપકાર કરનારને પણ તે તે ફળ આપીને સામે ઉપકાર જ કરે છે. પિતાના પરાર્થ જીવનની પતિને માટે તે શીત કાળમાં કે ઉષ્ણ કાળમાં શીત-તાપ સહન કરીને તપશ્ચર્યા આદરે છે અને જીવનપર્યત પરાર્થ જ કરે છે. જે મનુષ્યો પણ ખરા પ્રત્યુપકાર વૃત્તિવાળા છે તેઓ સામા માણસના અપકારની કે ઉપકાર કરવામાં વેઠવી પડી હરકતે તથા સેવવી પડતી તપશ્ચર્યાની પરવા કર્યા