SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન–મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે –“ સુવાગત : સર્વસ્વ ગુમલ્શિતમ્ ! અર્થાત-દુઃખને સર્વને કંટાળો આવે છે અને સુખને સર્વ કોઈ વાંછે છે. આપણે સુખને માટે યત્ન કરીએ છીએ તેમ બીજઓ પણ પિતાના સુખને માટે યત્ન કરે છે. એ પ્રમાણે સે જે પિતા પોતાના સુખને માટે યત્ન કરતા હોય તો તે એક પ્રકારનો સ્વાર્થવાદ થયા. જ્યાં સ્વાર્થવાદ પ્રચલિત હોય, ત્યાં પરાર્થવાદનો કિંવા સેવાધર્મનો સંભવ શે ? હદારણ્યક ઉપનિષમાં યાજ્ઞવલ્કય અને તેની સ્ત્રી મૈત્રેયીના સંવાદમાં મિત્રેયીના પ્રશ્નનો ઉત્તર આપતાં યાજ્ઞવલ્કય કહે છે કેઃ “મૈત્રેયી! સ્ત્રીને પતિ પ્રિય હોય છે તે પતિને ખાતર નહિ, પરન્ત પોતાના આત્માની પ્રીતિને અર્થે જ તે પ્રિય હોય છે. તે જ પ્રમાણે માતા-પિતાને પુત્ર, પુત્રને માટે પ્રિય હોતો નથી પરંતુ પોતાના સ્વાર્થને માટે જ તેના ઉપર માતાપિતા પ્રેમ કરે છે. ” મારમનતુ માય સર્વ પ્રિયં મત–આમપ્રીતિ અર્થે જ સર્વ વસ્તુઓ આપણને પ્રિય હોય છે. આ પ્રમાણે જ્યાં પરાર્થસાધના પ્રકટ હોય છે, ત્યાં પણ વિદ્વાનો સ્વાર્થની ઘટના દર્શાવે છે. હામ્સ નામનો એક અંગ્રેજ વિદ્વાન પણ દરેક કૃતિમાં મનુષ્યને નિકટને કે દૂરનો સ્વાર્થ પ્રતિપાદન કરે છે. મી. હ્યુમ પિતાના એક નિબંધ “Of the Dignity or Meanness of Human Nature માં કહે છે? “ What say you of natural affection ? Is that also a species of self-love? Yes; All is self-love. Your children are loved only because they are yours. Your frierd for a like reason. And your country engages you only so far as it has a connection with your self." મી. સુમના કથનનું તાત્પર્ય એ છે કે કુદરતી પ્રેમને વશ થઈને કોઈ પ્રેમ કરતું નથી પરંતુ આત્મપ્રીત્યર્થે જ પ્રેમ કરે છે. તમે તમારા બાળકે કે મિત્રો કે દેશને ચાહો છો, તેનું કારણ એ છે કે તમે તમારી જાતને –તમારા આત્માને ચાહો છો, અને એ રીતે સ્વાર્થ પૂરતો જ તમારા પ્રેમનો સંબંધ છે. આ સિદ્ધાન્ત પ્રતિપાદન કરનારાઓ તો એટલે સુધી
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy