________________
तृतीय परिच्छेद.
સેવાધર્મ. [સ્વધર્મમાં બુદ્ધિને સ્થિર કરીને અને સ્વધર્મ પાલન માટેના બાહ્યાંતર નિયમોના-તેના પાલનવડે આત્માભિમુખ થઈને તૃતીય અવસ્થાનાં કર્તવ્ય કરવાં, કારણકે જે મહત્ત્વનાં કાર્યો એ અવસ્થામાં મનુષ્ય કરવાના છે તે એકલી વિદ્યાથી જ નહિ પરંતુ સચ્ચારિત્ર્યથી જ થઈ શકે છે. પરાર્થ કરે, સમાજની સેવા કરવી, પરેપકાર અર્થે જીવન ગાળવું, પોતાના મર્યાદિત કુટુંબની સેવા ગૃહસ્થાશ્રમમાં કર્યા પછી સેવાનું વધુ વિસ્તારીને સમાજને –જનતાને પોતાના કુટુંબરૂ૫ માની તેની સેવામાં ઉઘત થવું એવો કર્તવ્યનો અંગુલિનિર્દેશ કરતાં ગ્રંથકાર સેવાધર્મની મહત્તા ગાય છે, સેવાના દાં જુદાં ક્ષેત્રેનું દર્શન કરાવે છે, સેવા કરવાની પદ્ધતિનું સૂચન કરે છે અને એ રીતે સેવા બજાવતાં મનુષ્યનું આધ્યાત્મિક હિત કેવું સધાય છે તે પણ દર્શાવે છે. તેમાં પહેલા આ પરિચ્છેદમાં સેવાધર્મની પ્રસ્તાવના કરે છે.]
તેવાષા ૨૮ / यद्देशीयजलानिलैर्वपुरिदं संधारितं पोषितं । यच्छिक्षाव्यवहारतो निपुणता बुद्धेः समासादिता ॥ यस्माजीवनसाधनानि वसनाऽन्नादीनि लब्धानि वा। तेषां प्रत्युपकारिणी सुमनुजाः सेवा समाश्रीयताम् ॥
સેવાધર્મ, ભાવાર્થ–જે દેશનાં હવાપાણીથી આ શરીર પોષાયું હોય કે ધારણ થયું હોય, જે સમાજના શિક્ષણથી કે વ્યવહારથી બુદ્ધિમાં નિપુણતા આવી હોય, જે લોકોની પાસેથી જીવનનાં સાધનો અન્ન અને વસ્ત્રાદિક પ્રાપ્ત થયાં હોય, તેમના ઉપકારને બદલે વાળવાને સારા માણસોએ પિતાથી બનતી રીતે તેમની સેવા બજાવવી જોઈએ. (૨૮)