________________
હ
ઘરને આંગણે આવ્યા હેય તેમને પૂરતા સત્કાર કરીને ઉચિત અન્ન પાણી વસ્ત્ર પાત્ર સ્થાન વગેરે નિષ્કામ બુદ્ધિથી કેવળ શ્રેયને માટે આપવામાં આવે તેને નિષ્કામ દાનરૂપ ખારમું વ્રત કહેવામાં આવે છે. ગૃહસ્થાએ ભાજન વખતે ભાવના ભાવીને કે અતિથિનો ચેગ મળે તે! દાન આપીને આ વ્રત દરરાજ પાળવું જોઇએ. (૨૭)
વિવેચન—અ+તિથિ=અતિથિ એ કાઇ પણ તિથિના નિર્ણય કર્યાં વિના—કહેવરાવ્યા વિના આપણે ઘરને આંગણે આવી પહોંચે તે અતિથિ કહેવાય છે. ‘અતિથિ’ શબ્દના ખીજે અર્થ વિદ્વાના એવા પણ કરે છે કેतिथिपर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना ।
अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ॥
અર્થાત્—જે મહાત્માએ તિથિ, પ, ઉત્સવ, વગેરે સના ત્યાગ કરેલા હોય તે અતિથિ કહેવાય છેઃ બાકીના અભ્યાગત કહેવાય છે. આવા જે અતિથિએ આપણે આંગણે આવી ચડે તેમને આદરપૂર્વક અન્નવસ્ત્રાદિનું દાન કરવું તે વ્રતને અતિથિ સંવિભાગ વ્રત કહે છે.
अतिथिभ्योऽशनावासवखपत्रादिवस्तुनः ।
तत्प्रदानं तदतिथिसंविभागवतं भवेत् ॥
અર્થાત્ અતિથિને અન્ન, નિવાસ, વસ્ત્ર અને પાત્ર વગેરે વસ્તુઓનુ દાન કરવું તે અતિથિ સંવિભાગ નામે વ્રત કહેવાય છે. અતિથિને આવી જીવનને ઉપયાગી વસ્તુએ આપવામાં પણ ગ્રંથકાર એ મુખ્ય વસ્તુ ઉપર ધ્યાન ખેંચે છે. દાન આપવા યેાગ્ય અતિથિ કાણુ ? શું તિથિને નિણૅય કર્યાં વિના ઘેર ઘેર ભીખ માંગનારાએ ફરે છે તેએ આ અતિથિએ છે? ગ્રંથકાર કહે છે કે સાચા અતિથ એ જ કહેવાય કે જે અ– તિથિ હોવા ઉપરાંત સન્ત હોય.
दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं साविकं विदुः ॥
અર્થાત્—જેણે આપણા ઉપર કાંઇ ઉષકાર કર્યો હેાય તેટલા માટે