SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ બધાં વ્રતો નવ કોટએ જ કરવાનાં હોય છે. તેઓ મન, વચન અને કાયાને કરવું, કરાવવું અને અનુમેવું એ ત્રણે દ્વારા બંધ કરીને સંયમમાં રાખવા અપ્રતિન થએલા હાય છે; પરન્તુ ગૃહસ્થ જતેને માટે અનુમતિના વ્યાપારનો ત્યાગ દુ:શક્ય છે, બલકે અશક્ય છે. મન એ મનુષ્યના બંધ અને મેાક્ષનું કારણ છે, પરન્તુ મન મર્કટ જેવું છે. એ મનના મર્કટને બુદ્ધિની સાંકળથી બાંધી શકાય છે. દુષ્ટ વ્યાપારમાં પરેવાએલું મન વાણી અને કાદારા દુષ્ટતા આચરે છે, પરન્તુ મનોવ્યાપારમાં દુષ્ટતા ડોકીયાં કરવા લાગે, તે જ ક્ષણે જે તેને બુદ્ધિતી સાંકળના બંધ મારવા માંડયા હોય તો તેનો એ મનોવ્યાપાર અટકી જાય છે, અને અટકી ન જાય તોપણ તેની વૃત્તિ વાણી કે કાયાને દુષ્ટતામાં પ્રવર્તાવવાની થતી નથી. આ રીતે મન, વાણી અને કને બુદ્ધિના યોગે કરીન ગૃહસ્થા સંયમમાં રાખી શકે છે, પરન્તુ મન વચન અને કાયાવડે અનુમેદના કરવાનો જે વ્યાપાર છે તે તો બુદ્ધિના અંધમાં આવી શકતો નથી. મન વચન અને કાયાની ત્રિવિધ પ્રવૃત્તિને અટકાવવી એ આવશ્યક છે પરન્તુ એ આવશ્યકતા પૂર્ણ રીતે તો સંન્યાસીઓ કે મુનિઓ જ પ્રાપ્ત કરી શકે-ગૃહસ્થાને માટે એ શક્ય નથી. જે વ્યાપાર-અનુમેદનાનો વ્યાપાર બુદ્ધિપૂર્વક થયા હોતા નથી તેથી પણ જૈન ધર્માંના નિશ્ચય નયની દૃષ્ટિએ તો કર્મ-બંધન થાય છેજ, પરન્તુ ગૃહસ્થાશ્રમમાં જે કાંઈ અનિવાય છે, તેમાં એ અનુમેદનાનો વ્યાપાર એટલે! સ્વાભાવિક છે કે તેને ત્યને ચાલવું એ અમુકજ કાળ માટે માત્ર વ્રતમાં બેઠેલા મનુષ્યને વ્યવહાર નયની દૃષ્ટિએ શક્ય નથી અને એને ત્યજવાની વાર્તા સંકલ્પવિકલ્પાત્મક મનવાળા મનુષ્ય કરે તો તે માત્ર વાર્તા જ રહે છે. જેએ માત્ર મનથી અનુમેાદના થઈ જાય તેને ક્ષતવ્ય માની ચલાવી લે છે તેએ ભૂલી જાય છે કે મનની અનુમેદનાની સાથે વાણી અને કાયાની અનુમેદના થયા વિના રહેતી જ નથી. મનમાં અનુમેાદન વડે પ્રસન્નતા ઉત્પન્ન થઈ હોય અને વદન પર પ્રસન્નતાની ચેષ્ટા રેષાઓ તરી આવે નહિ એ શું અનેક વિકારેને અહેનિશ અનુભવવાન ટેવાએલા ગૃહસ્થા માટે શક્ય કે સંભવત છે ? “ સ્વામીનાથ ! આપ જ્યારે સામાયિક કરી રહો
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy