________________
કતા તથા અકર્તા છે; જડ-ચેતનનો આવો ભેદ જાણ્યા પછી મુમુક્ષુએ આત્મરૂપ ચેતન જે “સ્વ” છે અને દેહરૂપ જડ જે “પર” છે તેમાંથી “સ્વ”નું ગ્રહણ કરી “પરનો ત્યાગ કરવામાં ઉદ્યક્ત થવું જોઈએ. ચમત્મનિશ્ચય: વોડતરમાં મતસ્તઃ અર્થાત–આત્માને જ જેણે આત્મભાવમાં નિશ્ચય કર્યો છે તેને જ્ઞાની પુરૂષોએ અંતરાત્મા કહ્યો છે. આવો અંતરાત્મભાવ કિંવા સ્વરૂપને વિવેક પ્રકટે છે ત્યારે વ્યુત્સર્ગ તપ સહજ સિદ્ધ બને છે. (૨૦)
[ આવો વિવેક પ્રકટતાં જે જડ-ચેતન વચ્ચેના ભેદનું જ્ઞાન ઉત્પન્ન થાય તેને ખ્યાલ નીચેના લોકથી આપવામાં આવ્યો છે.]
મેદાન પૂ. રર देहो नास्ति ममाहमस्मि न पुनर्देहस्य काले क्वचित् । स्थूलोऽयं क्षणभङ्गरः पुनरहं चैतन्यरूपः स्थिरः ॥ दुःखं जन्मजराऽवसानजनितं रोगाध्युपाध्युद्भवं । देहस्यैव न चास्ति मेऽथ सहजानन्दस्वरूपोऽस्म्यहम्॥
ભેદજ્ઞાન, ભાવાર્થ–આ દેહ મારે નથી, હું કોઈ પણ કાળે આ દેહને થવાનો નથી; આ દેહ ધૂળરૂપ અને ક્ષણભંગુર છે, ત્યારે હું સ્થિર અને ચૈતન્યરૂપ છું; જન્મ, જરા, મૃત્યુથી ઉત્પન્ન થતું અને રોગ, આધિ, ઉપધિથી પ્રગટ થતું દુઃખ અને કલેશ આ દેહને જ છે, તે મને નથી, કારણકે હું તો સહજ આનંદ સ્વરૂપ છું: આમ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો.(૨૧)
વિવેચન–જ્યારે દેહમાંથી મર્દ બુદ્ધિનો લોપ થાય છે, ત્યારે ચિત્તની એવી સમ અવસ્થા હોય છે કે દેહની પીડા તુચ્છ જણાય છે અને આત્મા તે ક્ષણભંગુર દેહની પરવા કર્યા વિના હું બ્રહ્મામિ સમજીને આનંદ સ્વરૂપને પામી રહે છે. દેહ એક નથી કે મારે નથી, તે તે ધૂળ અને અનિત્ય પદાર્થ માત્ર છે : જે “હું” છું તે તે નિર્મળ-ચેતન્ય સ્વરૂપ આત્મા છું, તેને આધિ-વ્યાધિ કે ઉપાધિ, જન્મ-જરા કે મૃત્યુથી દુ:ખ થતું નથી પણ