________________
૪૭ अंतोमुहुत्तमित्तं चित्तावत्थाण मेगवत्थुमि। छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु॥
અર્થાત–એક જ વસ્તુમાં અંતર્મુહૂર્ત માત્ર જે ચિત્તનું અવસ્થાનએકાગ્રતા તે છાઘસ્થિકનું ધ્યાન છે અને યોગે નિરોધ તે જિનેશ્વરનું ધ્યાન છે. છાઘસ્થિક અવસ્થાનું ધ્યાન જે શુભ હોય તો તે મોક્ષનો હેતુ થાય છે અને અશુભ હોય તો તે સંસારને હેતુ બને છે. ધ્યાનની ગણત્રીમાં તે બેઉ આવે છે, પરંતુ ધ્યાનની શુભાશુભતા જ મોક્ષ અને બંધની કારણભૂત છે.
अहो ध्यानस्य माहात्म्यं येनैकापि हि कामिनी ।
अनुरागविरागाभ्यां भवाय च शिवाय च ॥
અહો ! ધ્યાનનું કેવું માહાસ્ય છે કે જેથી એક જ સ્ત્રી અનુરાગ તથા વિરાગે કરીને ભવને માટે સાધનભૂત થાય છે અને મોક્ષને માટે પણ સાધનભૂત થાય છે. અશુભ ધ્યાનના બે પ્રકાર આર્તધ્યાન અને રૌદ્ર
ધ્યાન છે અને શુભ ધ્યાનના બે પ્રકાર ધર્મધ્યાન અને શુકલ ધ્યાન છેઃ જેવું લક્ષ્ય તેવો તે ધ્યાનનો પ્રકાર સમજવો તેમાં અશુભ પ્રકારોને ત્યાજ્ય અને શુભ પ્રકારને આદરણીય સમજવા.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની ગણત્રી અપ્રશસ્ત અને ત્યાજ્ય ધ્યાન તરીકે અત્ર કરવામાં આવી છે પરંતુ આવશ્યક નહિ હોવાથી ગ્રંથકારે તેની વિશેષ સ્પષ્ટતા કરી નથી. શ્રી મહાવીર ભગવાને આ બેઉ ધ્યાનના પ્રકારો સૂત્રમાં સમજાવ્યા છે. અપ્રિય સંગ આવી પડતાં તેના વિયોગનું ચિંતન કરવું, પ્રિય સંયોગ ઉપસ્થિત થતાં તે સદા સર્વદા ચાલુ રહે એવું ચિંતવવું, રોગની પ્રાપ્તિ થતાં તેના વિયોગની અને સુખકારી કામભોગની પ્રાપ્તિ થતાં તેને વિયોગ નથવાની આકાંક્ષા કરવી એ આર્તધ્યાન કહેવાય છે. જે આર્તધ્યાનને ભેગી થઈ પડે તે શેચ કરે, આક્રંદ કરે, રૂએ અને વિલાપ કરે, એ તેનાં લક્ષણ છે. હિંસાન, જૂઠનો, ચોરીનો અને ભોગપભોગના સંરક્ષણને અનુબંધ કર એ રૌદ્રધ્યાન કહેવાય છે. આ સ્થાનને ભોગ થએલો મનુષ્ય હિંસાદિને શેડો કે વધુ દોષ કરે છે, અનિષ્ટ શાસ્ત્રોને અભ્યાસ કરે છે અને મરતાંસુધી પાપને પશ્ચાત્તાપ કરતા નથી. આ બે