________________
થર
ધ્યાનામ્ ।૨૦૦ ||
ऐकाग्र्यं मनसः स्वलक्ष्यविषये ध्यानं मतं तज्जिनैलक्ष्यं चेदशुभं तदाऽशुभमिदं स्यादार्त्तरौद्रात्मकम् ॥ हेयं तद्विविधं सदा मुनिवरैर्ध्यानं तु सेव्यं शुभं । यल्लक्ष्येण शुभेन सम्भवति वै तद्धर्म्यशुक्लात्मकम् ॥
ધ્યાનનું લક્ષણ.
ભાવા —પોતાના લક્ષ્યના વિષયમાં અર્થાત્ ધ્યેય તરફ મનની એકાગ્રતા સાધવી તેનું નામ ધ્યાન જીન ભગવાને કહ્યું છે. આ ધ્યાન શુભ અને અશુભ એ બેઉ પ્રકારનું હેાય છે. લક્ષ્ય ધ્યેય તે અશુભ હાય તે તે આત્ત અને રૌદ્રરૂપ અશુભ ધ્યાન થાય છે. આ બન્ને પ્રકારનું અશુભ ધ્યાન મુનિવરેએ સથા ત્યજવુ જોઇએ. શુભ લક્ષ્ય-ધ્યેયની સાથે મનને એકામ્ર કરવાથી ધધ્યાન અને શુક્લ ધ્યાનરૂપ શુભ ધ્યાનની નિષ્પત્તિ થાય છે, તે એ ધ્યાનનું સેવન કરવું જોઇએ. (૨૦૦)
વિવેચન—પોતાના લક્ષ્યમાં ચિત્તની એકાગ્રતા તે ધ્યાન; પછી તે લક્ષ્ય ઇષ્ટ હોય કે અનિષ્ટ હાય, શુભ હોય કે અશુભ હોય. શુભ લક્ષ્યનું ધ્યાન તેજ હિતાવહ છે અને અશુભનુ ધ્યાન અહિતકર છે એ ખુલ્લું છે; ચાગના કાઈ પણ ગ્રંથમાં અશુભ ધ્યાન કર્તવ્યૂ લેખ્યું નથી, છતાં ધ્યાનના પ્રકારોમાં અશુભ ધ્યાનનીએ ગણત્રી કરવી પડે, એટલે અહીં શુભ તથા અશુભ સર્વ પ્રકારનાં ધ્યાનની સમજૂતી આપવામાં આવી છે. યાજ્ઞવલ્ક્ય સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાનને આદરણીય કહીને જણાવે છે કે— अन्यान्यपि बहून्याहुर्ध्यानानि मुनिपुंगवाः । मुख्यान्येतानि चैतेभ्यो जघन्यानीतराणि तु ॥ અર્થાત્—મુનિવરે ખીજા' પણ બહુ ધ્યાને કહે છે, પણ તેમાં આ એ (સગુણ અને નિર્ગુણ) બ્યાના મુખ્ય છે, જ્યારે ખીજા ધ્યાને તેનાથી ઉતરતાં છે. જૈન શાસ્ત્ર ધ્યાનની વ્યાખ્યા આપતાં કહે છે: