________________
સ્વરૂપને અનુસરવા જેવી જે અવસ્થા તે પ્રત્યાહાર છે અને તેની સિદ્ધિથી ઇન્દ્રિયોને પરમ જય થાય છે. આમ કહીને ગ્રંથકાર ઈન્દ્રિયના સર્વ પ્રકારના વ્યાપારને અટકાવવાનું કહેતા નથી. ચાવળીવતિ રચઢંઢિયા: એ શબ્દોના પ્રયોગને હેતુ એ છે કે ઈન્દ્રિય ચંચળતાપૂર્વક વિષયો તરફ દોડે છે, એ જ અનિષ્ટ છેઃ નહિ કે ઇન્દ્રિયને બધે વ્યાપાર જ નિમૂળ કરે. ઇન્દ્રિયે પિતાને વ્યાપાર રાગબુદ્ધિપૂર્વક ન કરે, તેમાં જ રસિકતાથી ડૂબાડૂબ ન બને એ તાત્પર્ય છે. આંખથી હજારો પદાર્થો દેખાય છે, તે પણ જે તે દશ્ય પદાર્થો નીરખવામાં રાગબુદ્ધિ ન હોય તે તેથી બંધ પ્રાપ્ત થતું નથી. પ્રિય અને અપ્રિય હજાર શબ્દો સાંભળવામાં આવે
પણ જે તે ગ્રહણ કરવામાં રાગ કે દ્વેષ ન થાય, કિંવા પ્રિય શબ્દો સાંભળવામાં સુખબુદ્ધિ અને અપ્રિય શબ્દો સાંભળવામાં દુઃખબુદિ ઉત્પન્ન થાય નહિ તો તેથી એમ ન કહેવાય કે શ્રવણેન્દ્રિય ચંચલતા તરફ-પિતાના વિષય તરફ દોડે છે. એટલે કે તેથી બંધ પ્રાપ્ત થતો નથી. એવી જ રીતે જીભ, નાસિકા અને સ્પર્શેન્દ્રિય માટે સમજી લેવું. જેણે ઇન્દ્રિો ઉપર જય મેળવ્યો છે એટલે કે જેણે પ્રત્યાહાર સિદ્ધ કર્યો છે તેને માટે ઈકિને વ્યાપાર કર્મબંધકારક નથી, તેથી જ કહેવાય છેઃ “જ્ઞાનીકે ભોગ સવિ નિરાકો હેતુ હૈ.” પરંતુ કેટલાક સંપ્રદાયોમાં અજીતેંદ્રિયો પણ આજકાલ જેતેંદ્રિયને સ્વાંગ ધારણ કરીને ઈન્દ્રિયોને વિષય રસિકતાથી ભગવે છે અને તેથી આ પ્રકારની માન્યતા હાલમાં ખૂબ વગેવાઈ છે. ગૃહસ્થાવાસમાં તીર્થકર ભગાવલિ કમ ભોગવતા છતાં ઘણાં કર્મને બાંધતા ને હતા, તેનું કારણ એ હતું કે વિષયો પર તેમની રાગદ્વેષની પરિણતિ અત્યંત મંદ હતી અને ઉદાસીન પરિણામી હતા. પ્રત્યાહાર તે મનની આ સ્થિતિને વાચક છે, અને યેગનું એક સાધન છે. પરંતુ બાહ્ય ઇન્દ્રિના નિગ્રહ વિના આંતર્ ઈન્દ્રિયોનો નિગ્રહ સર્વથા સર્વ કોઈને માટે શક્ય નહિ હોવાથી બાહ્ય અને આંતરુ ઉભય ઇન્દ્રિયોનો નિગ્રહ પ્રત્યાહારના સાધકે કરવો એ વિશેષ ઉચિત છે. (૧૯૮)
[ હવે ચાગના એક વિશેષ અંગ ધારણ વિષે કહે છે. '