________________
૪પર
ઇત્યાદા: ૨૧૮ ! यावद्धावति चञ्चलेन्द्रियगणो बाह्येषु शब्दादिषु । स्याच्चित्तं मलिनं बहिस्तदनुगं ध्यानस्य नो सम्भवः॥ अनावश्यक इन्द्रियार्थविजयश्चित्तं विधातुं स्थिरं। प्रत्याहार उदाहृतोऽयममलो योगस्य सत्साधनम् ॥
પ્રત્યાહાર, ભાવાર્થ-જ્યાંસુધી ચપળ ઈદ્રિયોનો સમૂહ બાહ્ય શબ્દાદિ વિષય તરફ દોડ્યા કરે છે ત્યાં સુધી ચિત્ત પણ મલિન થઈને તેની પાછળ પાછળ ભટક્યા કરે છે; એટલે ધ્યાનની સિદ્ધિ થવાને સંભવ રહેતું નથી; માટે આ સ્થળે ચિત્તને સ્થિર કરવાને માટે વિષય તરફ દોડતી ઇન્દ્રિયોને પકડી કબજામાં રાખવી જરૂરી છે. આનું નામ જ પ્રત્યાહાર કહેવાય છે. પ્રત્યાહાર પણ યોગનું એક નિર્મળ સાધન છે. (૧૯૮)
વિવેચનદ્રવ્યપ્રાણાયામાદિથી કિંવા ભાવપ્રાણાયામાદિથી ચિત્તની ચંચલતાને એક વાર નાશ કરવામાં આવ્ય, અર્થાત ચિત્તને સ્થિર કરવામાં આવ્યું, છતાં જે ઈ િતેને વશ રહી વર્તે નહિ તે તેથી પુનઃ ચિત્ત પિતે પતિત થવા લાગે છે. કહ્યું છે કે--
इन्द्रियाणां हि सर्वेषां यद्येकं क्षरतीन्द्रियम् ।
तेनास्य द्रवते प्रज्ञा दृतेः पादादिवोदकम् ॥
અર્થાત–સર્વે ઇન્દ્રિયોમાંથી જે એક પણ ઈદ્રિયનું ખલન થાય છે. તે જેવી રીતે ચર્મપાત્રમાંના છિદ્રથી જળ બહાર વહી જાય છે તેવી રીતે તે ખલન વડે તે પુરૂષની પ્રજ્ઞા બહાર વહી જાય છે. આ કારણથી ઇોિને સ્વ સ્વ વિષય તરફ દેડતી અટકાવીને સ્થિર ચિત્તને અનુસરનારી બનાવવા રૂપી પ્રત્યાહારને આદર મુમુક્ષુએ કરવો જોઈએ. પતંજલિ કહે छ । स्वविषयासंप्रयोगे चित्तस्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः ॥ ततः परमा વરક્રિયામ્ છે અર્થાત–પોતાના વિષયના અસંબંધમાં ઈન્દ્રિયોની ચિત્તના