________________
વાર ઇત્યાદિને લગતા ચિત્ર-વિચિત્ર કાયદા થયા છે અને તેમાંના કોઈ કાયદાની રૂએ એવી રખાતને કદાચ મૃત પતિને વારસો મળે કિંવા એવી રખાતને પુત્ર કોર્ટમાં લડીને જનકની મીલકતમાંથી ભાગ પણ મેળવે, છતાં એવી ધર્મવિધિથી નહિ પરણેલી સ્ત્રી વેશ્યા તુલ્ય જ ગણાય છે. આવી આવી અનેક શંકાઓ કુતૂહલીએને થયા કરતી હોવાથી શાસ્ત્રકારે આ વ્રતના પાંચ અતિચારો–દોષો પણ જણાવ્યા છે અને એ દેશે એ વ્રત ગ્રહણ કરનારે ત્યજવા આવશ્યક ઠરાવ્યા છે.
इत्यरात्तागमोऽनात्तागतिः परविवाहनम् ।
मदनात्याग्रहोऽनंगक्रीडा च ब्रह्मणि स्मृता ॥ અર્થાત-ઘોડા કાળ માટે કોઈએ રાખેલી સ્ત્રીને સમાગમ, કોઈએ નહિ ગ્રહણ કરેલી એવી સ્ત્રીને (પોતાની સાથે વેવીશાળ કર્યું હોય તેવી કુમારિકા અથવા વિવાહિત પણ અલ્પ વયની બાળાનો) સમાગમ, પારકા વિવાહની ગોઠવણ, ભોગવિલાસમાં તીવ્ર અનુરાગ અને અનંગક્રીડા એ બ્રહ્મચર્ય વ્રતના પાંચ દોષો છે. માત્ર વ્રતમાં કરેલા વિધાનને શબ્દશઃ વળગી રહીને અનાચાર સેવવાની છૂટ વ્રત ધારણ કરનારને ન મળે અને ઉપર જણાવી તેવી શંકાઓને ઉપસ્થિત કરવાનું કારણ ન રહે તેટલા માટે આ દોષોનું કથન કરવામાં આવેલું છે. બ્રહ્મચર્ય વ્રત કિંવા સ્વદારસંતોષ વ્રતને લાભ મનુષ્યને ત્યારે જ મળે કે જ્યારે તે આ દષોથી દૂર રહે. થડા કાળ માટે રાખેલી વેશ્યા કે અપરિગ્રહિત બાળા સાથે સમાગમ અહિતકર છે એ તે સ્પષ્ટ જ છે. શાસ્ત્રકાર જેમ તેની મનાઈ કરે છે તેમ સમાજ પણ તેની અપકતિ કરે છે. અપરિગ્રહિત બાળા સાથેના સમાગમની તે રાજ્યનો કાયદો પણ મનાઈ કરે છે. પોતાના સંતાન સિવાય બીજાંઓનાં બાળકોને વિવાહ ગોઠવી આપવા તે ગૃહસ્થાશ્રમમાં વ્યવહારને માટે કદાચ કોઈ આવશ્યક માનતું હોય, તેપણુ વાનપ્રસ્થાવસ્થામાં તે એથી વિરક્ત થવું જ યુક્ત છે. પરસ્ત્રીના સેવનથી જેવા શારીરિક અને આત્મિક ગેરલાભ થાય છે તેવા જ ગેરલાભ અતિ સ્ત્રી સેવનથી અને વિષયફ્રીડાથી થાય છે. “ભાવા પ્રકાશ” નામે વૈદકના ગ્રંથમાં કહ્યું છે કે