________________
૧૯
ઉપાડી લેવો, હાથ-પગ વગેરે દાબવા, એવી રીતે તપસ્વીએ જ્ઞાનીની વેયાવચ્ચ કરીને અત્યંતર તપના ત્રીજા પ્રકારનું અનુષ્ઠાન કરવું; તેમજ જ્ઞાની મુનિએ પણ તપસ્વીની ગ્લાન અવસ્થા થાય કે રેગાદિને ઉપદ્રવ થાયત્યારે ઔષધ લાવી, પથ્ય પાણીને યોગ મેળવી, તપસ્વીની સેવા બજાવતાં વૈયાવૃજ્ય તપને આદર કરે. (૧૮૫)
વિવેચન–સાધુઓમાંના કોઈ સ્વાધ્યાયદ્વારા જ્ઞાનમાર્ગે વળે છે, ત્યારે કોઈ તપાદિદ્વારા ભક્તિમાર્ગે વળે છે. આ બેઉ માર્ગાવલંબી સાધુ
એ કારણ ઉપસ્થિત થયે પરસ્પરની તેયાવચ્ચ કરવી–સેવાભક્તિ કરવી અને એવી સેવાભક્તિ તે એક પ્રકારનું તપ છે. તપની ઋદ્ધિવાળો સાધુ કે જ્ઞાનની દિવાળે સાધુ પિતાથી ઉંચી કે નીચી શ્રેણીને સાધુની–શ્રણને વિચાર કર્યા વિના-પ્રસંગવશાત સેવાભક્તિ કરે, મહત્તા–લઘુતાને વિચાર, છોડી દે, એ વસ્તુતઃ માનસિક તપ જ છે. સેવાભક્તિ કરવી એ એક એવો ગુણ છે કે જેનો અતિરેક થયા છતાં તેનું કશું અનિષ્ટ ફળ સેવાભક્તિ કરનારને મળતું નથી. આટલા માટે કહ્યું છે કે –
वेयावच्चं निययं करेह उत्तमगुणे धरंताणं । सव्वं किर पडिवाई वेयावच्चं अपडिवाई ॥ पडिभग्गस्स मयस्स व नासई चरणं सुअं अगुणणाए । न हु वेयावच्चं चिअ असुहोदय नासए कम्मं ॥
અર્થાત-જે કે બીજા ઉત્તમ ગુણો કોઈ માણસ ધારણ કરે તો પણ તે સર્વ ગુણ કોઈ વાર પ્રતિપાતી થાય છે (ભ્રષ્ટ થાય છે ), પણ વૈયાવૃત્ય ગુણ અપ્રતિપાતી છે, તે ગુણથી પ્રાણી ભ્રષ્ટ થતો નથી, માટે નિરંતર વૈયાવૃત્ય કરવું. મદે કરીને ભ્રષ્ટ થએલા માણસનું ચારિત્ર નષ્ટ થાય છે અને આવૃત્તિ વિના (વારેવારે સંભાર્યા વિના) શ્રત નષ્ટ થાય છે, પણ વૈયાવૃન્ય ગુણ કદાપિ નાશ પામતા નથી. વૈયાવૃત્ય અશુભોદયવાળા કર્મનો નાશ કરે છે. વૈયાવૃત્ય રૂપી ગુણની આટલી વિશેષતા છે. શાસ્ત્રમાં વેયાવચ્ચના દસ પ્રકાર કહ્યા છે. આચાર્ય, ઉપાધ્યાય, નવદીક્ષિત શિષ્ય, રેગી સાધુ,