________________
૪૧૭ ગયો છે; આપ કૃપા કરીને એને દીક્ષા આપે.” ગુરૂદેવ આ મકરાઓને પાંશરા કરશે એમ ધારીને સાધુઓએ કહ્યું: “અમે શિષ્ય રહ્યા, વ્રત અમે ન દઈ શકીએ. દીક્ષા લેવી હોય તો અમારા ગુરૂ અહીં જ બિરાજે છે તેમની પાસે જાઓ.” ઉન્માદિયા જુવાનો તે ગુરૂ પાસે પહોંચ્યા અને માંહોમાંહે હસતા વંદન કરીને બેઠા. વણિક પુત્ર બોલ્યાઃ “મહારાજ! હું ઘેરથી ભાગી આવ્યો છું અને મને આપના ચરણારવિંદની લગની લાગી છે. આપ મને પ્રત્રજ્યા આપે એટલે હું આ ભવસાગર તરી જઉં.” જુવાન મશ્કરી કરે છે તે જોઈને ગુરૂ કોપાયમાન થયા ને બોલ્યાઃ “દીક્ષા લેવી હોય તો તરત રાખ લઈ આવ.” એક જણ જઈને રાખ લઈ આવ્યો, એટલે ગુરૂએ તે એ નવપરિણીત યુવકને ઝાલીને તેના કેશને લોન્ચ કરી નાંખ્યો ને તેને સંયમ આપી દીધો ! આ જોઈને સાધુ રખેને પિતાનેય મૂડી નાંખે એવા ભયના માર્યા બીજા સર્વ મિત્રો મૂઠી વાળીને ભાગી છૂટ્યા. એ નવપરિણીત તથા હવે નવદીક્ષિત વણિપુત્રે વિચાર્યું કે “મેં મારી જીભે વ્રતને સ્વીકાર કર્યો, ને હવે ઘેર કેમ કરીને જવાય ? ભલે ભૂલથી, પણ માણસ જે એક વાર બોલી ગયો એ તો વજીમાં અક્ષર કોતરાઈ ગયા; પછી તે કેમ અન્યથા થાય? હવે તો પાસે પડ્યો તે ખરો. વિના આયાસે ચિંતામણી હાથ આવી ગયો તેને શું કેમ છોડું?” તરૂણની મનોદશા પલટાઈ ગઈ હતી. તેણે ગુરૂને વિનવ્યું: “મહારાજ ! આપણે અહીં રહીશું તે મારાં સગાં સંબંધી આપણને સુખે નહિ રહેવા દે તથા કદાચ તેઓ ભારું વ્રત મુકાવી દેશે, અને બધે સાધુ પરિવાર સાથે રહેશે તે વિહાર છાનો નહિ રહે, માટે આપણે બે જણે બીજે ક્યાંય ચાલ્યા જઈએ.” ગુરૂ કહેઃ “હવે તો સાંજ પડી અને રાત્રિએ હું દેખતો નથી.” શિષ્ય કહ્યું: “ આપને ખાંધે ચડાવી લઈશ.” આ પ્રમાણે રાત્રિએ ગુરુશિષ્ય ચાલી નીકળ્યા. અંધારી રાતે ઉંચા નીચા પ્રદેશમાં શિષ્યના પગ વારે વારે લચકાય અને ગુરૂને હડદા આવે, એટલે ગુરૂ એને માથે દંડ મારે. આમ કરતાં શિષ્યનું માથું ફૂટયું અને ત્યાંથી લોહીની ધારા ચાલી. પણ શિષ્ય એક અક્ષરે બોલતો નથી અને ઉલટું એમ વિચારે છે કે “અહો ! આ મહાત્મા શિષ્ય
२७