________________
૪૦૨ અને યોગ પણ ન હણાય તેવું જ તપ કર્તવ્ય છે. આ પ્રમાણે શાન્તિસમાધિપૂર્વક તપ આદરવાં અને તેમાં આગળ વધવા માટે ધીરે ધીરે ડગલું ભરવું જોઈએ. પહેલાં છૂટક છૂટક ઉપવાસ કરવા, પછી એક–એક દિવસને અંતરે ઉપવાસ કરી, પછી એક સાથે બે, પછી ત્રણ, પછી ચાર એમ ધીરે ધીરે આગળ વધીને જેમ જેમ તપ કરવાની શક્તિ વધતી જાય તેમ તેમ પૂર્વે કહેલા એ પ્રકારના બાહ્ય તપ સિદ્ધ કરવા, એટલે કે છેલ્લા સંસ્મારક -સંથારા સુધી પહોંચવું. આ વિધાનમાં ગ્રંથકારે સતતં શબ્દ હેતુપૂર્વક વાપરેલ છે. જોકે એ શબ્દ ઉપવાસને કથન સંબંધે વાપર્યો છે, તો પણ સર્વ પ્રકારના બાહ્ય તપમાં “સતતતા જાળવવા માટેનો તે દ્યોતક છે. ઉપર કહ્યું છે તેમ તપ રસ–રૂધિરાદિને તાપ આપવા માટે છે અને જ્યાં સુધી વિષય કષાય તપતા નથી ત્યાંસુધી અત્યંતર શુદ્ધિ થતી નથી. જે સ્વલ્પ તપથી ઇકિયો–વૃત્તિઓને સહજ તપાવ્યા પછી તપને છોડી દેવામાં આવે તે તપેલી વૃત્તિઓ ઠંડી પડી જાય અને તપની અસર નાબુદ થતાં પુનઃ વિષય-કષાયમાં પ્રવૃત્તિ કર્યા કરે; તેટલા માટે ઉપવાસાદિ સર્વ પ્રકારનું તપ સતત જ કર્યા કરવું એવું અત્ર કહેલું છે અને તે વાસ્તવિક જ છે. આવી રીતે કરેલું ઉપવાસાદિ તપ અત્યંતર તપ માટેનું સાધન બને છે અર્થાત તેથી માનસિક શુદ્ધિ થાય છે તેવું વિજ્ઞાનશાસ્ત્રીઓએ પ્રયોગ દ્વારા સિદ્ધ કરેલું છે. ડે. એડવર્ડ હુકર અનેક પ્રયોગ પછી પોતાને એ અભિપ્રાય જાહેર કરે છે કે “ઉપવાસથી માનસિક બળ બીલકુલ ક્ષીણ થતું નથી, કારણકે મગજનું પોષણ કરનારું તત્ત્વ ખુદા મગજમાં જ ઉત્પન્ન થાય છે, તેનું પોષણ કરવાને શરીરના બીજા કોઈ પણ ભાગની જરૂર પડતી નથી. તેના પિષણ માટે અન્નની જરૂર નથી કારણકે તે સ્વતઃ પિતાનું પોષણ કરે છે અને પોતાનું કામ નિયમિત રીતે કર્યો જાય છે. જીવનની સર્વ શક્તિનો ઉદ્દભવ મગજમાં જ થાય છે. જે વખતે મગજ કામ કરવાથી થાકે છે ત્યારે તેનો થાક ભોજનથી ઉતરતો નથી પણ આરામથી ઉતરે છે. નિદ્રાનો આરામ મગજનું ઉત્તમ રીતે પોષણ કરે છે અને દિવસે કરેલા શ્રમથી વિચલિત થએલા ગાત્રોમાં પ્રાતઃકાળે પ્રસન્નતા આવે છે તે આ