________________
नवम परिच्छेद.
તપશ્ચર્યા.
તા . ૨૮ | स्वाध्याये न मनोरुचिर्यदि भवेन्मान्द्यान्मतेः कस्याचिद्ध्याने नापि मनःस्थितिगुरुगमाभावाच्चलत्वाद्धृदः॥ तस्याभ्यन्तरशुद्धये वनशनादिद्वादशानां पुराऽनुष्ठानं तपसां यथाक्रममिदं निष्काममावश्यकम् ।।
તપશ્ચર્યા. ભાવાર્થ–બુદ્ધિ મંદ હોવાને લીધે જે સ્વાધ્યાયમાં સાધુના મનની રૂચિ ન થતી હોય અને ગુરૂગમના અભાવથી કે હૃદયની ચંચળતાથી ધ્યાનમાં પણ મન સ્થિર ન થતું હોય તો સાધુએ અત્યંતર શુદ્ધિને માટે અનશન આદિ બાર પ્રકારનાં તપનું નિષ્કામ વૃત્તિથી ક્રમસર અનુષ્ઠાન કરવું આવશ્યક છે. (૧૭૮)
વિવેચન–પૂર્વે સાધુના દિનકૃત્યમાં શરીરકૃત્ય સિવાય બધો કાળ સ્વાધ્યાય અને ધ્યાનમાં ગાળવાનું વિધાન કરેલું છે. મોક્ષના ધ્યેય સુધી પહોંચવાને માટે એ જ બે ક્રિયાઓ આવશ્યક છે, જ્યારે શરીરકૃત્ય દેહના નિભાવને અર્થે આવશ્યક છે. સ્વાધ્યાય અને ધ્યાનમાં આપણે ગીતાના જ્ઞાનયોગ અને ભક્તિયોગનો ભણકારો સાંભળીએ છીએ. જ્ઞાનનું સાધન સ્વાધ્યાય છે અને ભકિતનું સાધન ધ્યાન છે. જ્ઞાનાવ દિ મુન્નિા: ચારા જ્ઞાનાિમ્યાં મોક્ષ મચી મામમિકાનતિ ઇત્યાદિ પૃથક પૃથફ વાક્યોમાંના કઈમાં જ્ઞાનની, કોઈમાં ભક્તિની અને કોઈમાં જ્ઞાન અને ક્રિયાની સાધના દ્વારા મોક્ષપ્રાપ્તિ કહેલી છે. પરંતુ વસ્તુતઃ જ્ઞાન અને ભક્તિને પરસ્પર સંબંધ રહેલો છે. મહાત્મા ગાંધીજી કહે છે કે “ત્યાગશક્તિ ઉત્પન્ન કરવાને સારૂ જ્ઞાન જોઈએ. એક પ્રકારનું જ્ઞાન તો ઘણા પંડિત પામે છે.