________________
૩૯૩ ન હોય તે તે આચાર્યનું પદ યથાર્થ રીતે વહન કરી શકતો નથી. કદાચિત વડીલ સાધુપ્રત્યેની માનબુદ્ધિથી કિંવા વિનયની દૃષ્ટિથી એવા સાધુને આચાર્ય પદ આપવામાં આવતું હોય તો તેણે સાધુસમાજ તથા શ્રાવકસમાજના હિતની ખાતર પોતાની મેળે જ એ પદ છોડી દેવું જોઈએ અને અન્ય કોઈ સંપદાયુક્ત સુસાધુને જ એ પદ આપવાનું કહેવું જોઈએ. શાસ્ત્રકારે આ બધી સંપદાએની આવશ્યકતા દર્શાવી છે તે સુઘટિત છે એમ આચાર્યના કર્તવ્યની વિચારણા કરતાં જણાઈ આવે છે. સાધુસમુદાયમાં શાસ્ત્રવિહિત આચાર પળાવવામાં માર્ગદર્શક અને તેને રખેવાળ એ આચાર્ય પોતે જ છે, તેને સાધુસમુદાયની વ્યવસ્થા પૂરેપૂરી જાળવવી પડે છે; અર્થાત-સાધુઓને તેમનું કલ્યાણ કરનારી અને શ્રાવકોનું પણ હિત કરનારી આજ્ઞાઓ દીર્ઘ દૃષ્ટિપૂર્વક આપવી પડે છે; સાધુઓના સ્વભાવભેદને કારણે કે અન્ય કારણે કલેશનો ઉપદ્રવ સંભવિત લાગતો હોય તો એ કલેશની ચિકિત્સા કરી તેનું નિદાન શોધી કાઢવું અને એ નિદાનને જ બાળી નાંખવા ઘટતું કરવું એ પણ આચાર્યને શિરે જ રહેલું હોય છે; જ્ઞાન અને ક્રિયા કે જે મોક્ષ સુધી પહોંચવા માટેના રથનાં બે પૈડાં છે તે પૈડાંનો ઉદ્ધાર કરી એ રથને ગતિમાન રાખો, સમાજમાં ધર્મોત્સાહ વધારવો, ધર્મનો સર્વત્ર પ્રચાર કરે અને તદિષયક યોજનાઓ કરી પોતાનાં અંગોપાંગરૂપી સાધુઓ દ્વારા તે અમલમાં મૂકવી, સંધમાં શાન્તિ-સ્વસ્થતા-સમતા પ્રસારવી : ઇત્યાદિ અનેક કાર્યોનો ભાર આચાર્ય ઉપર રહેલું છે. પૂર્વે કહેલ આચાર, સૂત્ર, શરીર, વચન, વાચના, મતિ, પ્રયાગ અને સંગ્રહ વિષયક સંપદાઓ જે આચાર્યમાં ન હોય કિંવા ઓછી હોય છે તેથી સંપ્રદાયનું જહાજ તે સુÇ ગતિથી ચલાવી શકતો નથી અને પોતાનો ભાર બરાબર ઉપાડી શકતો નથી. આ રીતે કર્તવ્યભારની દૃષ્ટિથી જોતાં આચાર્યની સંપદાનો મેળ બરાબર જામે છે. (૧૭૫–૧૭૬ )
[ હવે એક લોકમાં ઉપાશ્ચાયનું કર્તવ્ય કહી ગ્રંથકાર આ પરિચ્છેદને સમાપ્ત કરે છે.]