________________
दृष्टया निश्चयरूपया त्वभिमतं प्राधान्यमात्मोन्नतेः । सैवाभ्यन्तरलक्षणं सुविदितं मोक्षस्य संसाधकम् ॥
વ્યવહાર અને નિશ્ચયદષ્ટિએ સાધુતા. ભાવાર્થ–સાધુને વેષ અને બાહ્યાચાર પરત્વે જે કાંઈ પૂર્વે કહેવામાં આવ્યું તે બધું સાધુતાનું બાહ્ય લક્ષણ છે. સમાજને સાધુતાની એળખાણ માટે વ્યવહારના માર્ગમાં તેની આવશ્યકતા છે; નિશ્ચયદષ્ટિએ તે આત્મન્નિતિનું જ પ્રધાનપણું અભીષ્ટ છે અને તે જ મોક્ષને સાધનાર સાધુતાનું આંતરિક લક્ષણ પ્રસિદ્ધ છે; અર્થાત આત્મવિકાસમાં જ ખરી સાધુતા છે અને તેથી જ સાધુતાનું માપ થઈ શકે છે. (૧૭૩)
વિવેચન–પૂર્વે સાધુઓનો વેશ, દિનચર્યા, દિનચર્યામાં કરવા માટેનો વિવેક, દિનચર્યાને દેષરહિત રાખવાના નિયમનો ઇત્યાદિ જે કહેવામાં આવ્યું છે તે બધાં સાધુતાનાં બાહ્ય લક્ષણો છે; એ લક્ષણો સંયમને પિષે છે અને સાચી સાધુતા લાવનારાં સાધનો બની શકે છે ખરાં, પરંતુ બાહ્ય લક્ષણોનું પાલન જ હમેશાં સાચી સાધુતારૂપ હોતું નથી. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં ગૌતમ કેશકુમારને સમજાવે છે કે “સાધુઓનાં નાના પ્રકારનાં બાહ્ય લક્ષણો કે તેમને ઓળખી શકે તેટલા માટે દાખલ કરવામાં આવેલાં છે, સંયમના નિવાહ અર્થે અને જ્ઞાન ગ્રહણને અર્થે ભિન્ન ભિન્ન યોજાયેલા છે. પરંતુ હે કેશીકુમાર ! શ્રી પાર્શ્વનાથ અને કી વર્ધમાન ભગવાનની એવી આજ્ઞા છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ મોક્ષનાં સાધનરૂપ છે, બાહ્ય લક્ષણે મુક્તિનાં સાધનરૂપ નથી. ” આ રીતે જોતાં સમજાશે કે સાધુતાનો બધે બાહ્યાચાર સંયમને પિોષક હોવા છતાં તે બાહ્યાચાર જ સાધુતા નથી; વ્યવહાર નયની દૃષ્ટિએ તે માત્ર સાધુતા છે. ત્રણ વસ્ત્ર ધારણ કરીને ઇર્ષા સમિતિને શોધતે કેાઈ સાધુ જતો હોય તેને આપણે કહીએ કે “તે સાધુ છે પરંતુ તે માત્ર વ્યવહારૂ ઉક્તિ છે, તેને બાહ્યાચાર સાધુનો હોવા છતાં તેનામાં મોક્ષસાધક સાધુતા છે કે નહિ તે આપણે જાણતા હોતા નથી એટલે નિશ્ચય નયની દષ્ટિએ આપણે કહી શકતા નથી કે “તે