________________
૩૯
6
ચિંતનાદિમાં સમય ગાળે છે. આટલા માટે સયમીઓના રાત્રિના કર્તવ્ય. કનું સૂચન કરતાં અત્ર પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય અને બીજા પ્રહરમાં મધરાત સુધી ધ્યાનનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ એમ જ કહેલું છે કે રાત્રિએ પઢમે પોિિત્ત સન્નાર્ય નિયં આળ થ્રિયાયરૂ ॥ દિવસે જે અધ્યયન કરેલું હેાય તેનું પુનરાવર્તન રાત્રિના પ્રથમ પ્રહરમાં કરી લેવામાં આવે તેથી અધ્યયન પરિપક્વ થાય છે. ત્યારપછી રાત્રિના ત્રીજો પ્રહર નિદ્રામાં ગાળવાનેા છે. સયમીએ અને સાધકાને માટે અલ્પ નિદ્રા જ ઘટિત છે. પછી રાત્રિને ચેાથા પ્રહર અથવા બ્રાહ્મ મુહૂર્ત આવે છે કે જે સંબંધે ગતશ્લાકમાં કથન કરવામાં આવેલું છે. એ પ્રમાણે સાધુઓનુ દિવસ તથા રાત્રિનું નિત્યકમ અથવાતા ટાઇમટલ ' પૂરું થાય છે. જે સ સંગપરિત્યાગી છે તેને આવા ટાઈમટેબલનુ બંધન શામાટે ? એવી શંકાના પ્રત્યુત્તર માટે શ્લોકના ઉત્તરાર્ધમાં એ ટાઈમ ટેબલનો હેતુ દર્શાવેલા છે. નવદીક્ષિત સાધુ હાય, દીક્ષાકાળના પરિપાકવાળા મુનિ હોય કે વયેાવૃદ્ધ સંન્યાસી હાય, પરન્તુ જો તેને પ્રમાદમાંથી ખચાવી લેવામાં આવે તેા તેથી તેનું વિશેષ કલ્યાણ સધાય છે. આ પ્રમાદનિવારણ માટે કશું આત્મહિતકર નિત્યક` હાવું જોઇએ અને તે એવી રીતે ગાઠવાએલું હાવું જોઇએ કે જેથી શરીર પ્રત્યેને ધમ જળવાય; અર્થાત્ દેહનું યાગ્ય રીતે રક્ષણ થાય, સંયમ સધાય અને પ્રમાદ માટે સમય જ રહેવા પામે નહિ. જો નિરીક્ષાપૂર્વક જોવામાં આવશે તે જણાશે કે બે બ્લેકેામાં દર્શાવેલુ` નિત્યકમ એ હેતુને પરિપૂર્ણ કરનારૂં છે. જો એ નિત્યક્રમને યથાવિધિ આચારવામાં આવે તે પ્રમાદ માટે અવકાશ કિ`વા નવરાશ મળે નહિ અને નવરાશને અભાવે નવરાઓનાં કાય જેવાં કે ભાત-ભાતની વિતંડાએ, નિંદા-કુથલીએ, કજીયા–કંકાસ, વેર–ઝેર, ઇર્ષ્યા—અસૂયા એ કરવાનું પણ મને નહિ. આ પ્રમાણે એ નિત્યક્રમનું પાલન જ આત્માને ભારે કરનારાં કર્માંથી સાધુનું નિવારણ કરે છે અને તેથી તેની સયંમસાધના વધારે પ્રગતિમાન થાય છે. (૧૬૯)
[ઉપરના શ્લાના ઉત્તરામાં કરેલા કથનને નીચેના ક્ષેાકવડે વધુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ]